Aapnu Gujarat
બિઝનેસ

વેલેન્ટાઈન વેચાણ દિવાળીના આંકડા જેવું બની ગયું : રિપોર્ટ

વેલેન્ટાઈન ડેની ઉજવણી આજે દેશભરમાં પરંપરાગતરીતે કરવામાં આવી રહી છે. ફ્લિપકાર્ટ અને સ્નેપડીલ જેવી મોટી ઇ-કોમર્સ કંપનીઓ માટે વેલેન્ટાઇન ડે હવે એક મોટા તહેવાર તરીકે છે. દિવાળીની જેમ જ આ પ્રસંગની ખરીદી થઇ રહી છે. મોટી ઇ-કોમર્સ કંપનીઓ માટે વેલેન્ટાઇન ડેની ખરીદી સિલ્વર લાઇનિંગ બની ગઇ છે. ૧૪મી એટલે કે આજે સવારે ડિલિવરી આપવા માટેની વિનંતી સાથે શ્રેણીબદ્ધ ઓર્ડરો આજે કરાયા હતા. ફ્લિપકાર્ટના અધિકારીઓનું કહેવું છે કે, મેટ્રો અને નાના શહેરો તરફથી મોટાપાયે ઓર્ડરો મળ્યા હતા અને ડિલિવરી માટેનો સમય આજે સવારે રાખવામાં આવ્યો હતો. સસ્તી જ્વેલરી, ટેડીબીયરો, ગેજેટ, બુક સહિતની ચીજવસ્તુઓ માટેના ઓર્ડરો પહેલાથી જ આપવામાં આવ્યા હતા. ભારે ડિસ્કાઉન્ટ અને ઉંચી આવક હાલમાં હોવાના લીધે વેલેન્ટાઈન ડેની ખરીદીના આંકડા દિવાળીની ખરીદી જેવા રહ્યા હતા. અલબત્ત ખરીદીના કુલ આંકડા દિવાળીની નજીક રહેતા નથી પરંતુ સરેરાશ ઓર્ડરો મોટાપાયે મળ્યા છે. વેલેન્ટાઇન ડેની સિઝનમાં સરેરાશ ઓર્ડર ૩૦૦૦થી ૫૦૦૦ વચ્ચેના રહે છે. દિવાળી દરમિયાન પણ આ પ્રકારના મોટા ઓર્ડરો મળે છે. ભારતની સૌથી મોટી ઇ-ટેલર કંપની પૈકીની એક ફ્લિપકાર્ટના અધિકારીઓનું કહેવું છે કે, દિવાળી દરમિયાન સરેરાશ ખરીદી ૧૫૦૦ રૂપિયાની રહે છે. ઇકોમર્સ કંપનીઓ તમામ કારોબારીઓને તથા સામાન્ય લોકોને પ્રભાવિત કરવા માટે પહેલાથી જ સજ્જ હતી. ગોરેગાંવ સ્થિત ઓનલાઈન કંપની સ્નેપડીલના વેચાણમાં પાંચ ગણો વધારો થયો છે જેમાં જુદા જુદા પ્રકારના રમકડા, ગિફ્ટ આર્ટિકલ્સનો સમાવેશ થાય છે. ગેજેટની પણ બોલબાલા રહી છે. આગામી દિવસે ડિલિવરી મળે તેવી ઇચ્છા પણ ઘણા લોકો રાખી રહ્યા છે. ત્રણથી પાંચ કારોબારી દિવસે ડિલિવરીનો દોર જારી રહેશે. ચોક્કસ બાબતોને ધ્યાનમાં લઇને ૧૪મીના દિવસે જ ડિલિવરી મળે તેવી માંગ પણ ઘણા લોકોની રહી હતી અને આના માટે ઇ-કોમર્સ કંપનીઓએ તૈયારી પણ દર્શાવી હતી. વેલેન્ટાઇન ડે પ્રસંગે આજે સવારથી યુવા પેઢી સજ્જ દેખાઇ હતી. જુદા જુદા શોપિંગ મોલમાં હાઉસફુલની સ્થિતી રહી હતી. ખાસ કરીને રેડ રોજની માંગણી સૌથી વધારે સવારમાં જોવા મળી હતી. બીજી બાજુ જુદા જુદા પ્રકારની આકર્ષક ગિફ્ટની માંગ પણ રહી હતી.

Related posts

वोडाफोन, आइडिया के मर्जर को सीसीआई ने दी मंजूरी

aapnugujarat

નાણાંકીય વર્ષને શિફ્ટ કરવા ઉપર સરકારનું કામ શરૂ થયું

aapnugujarat

સેંકડો અમેરિકી કંપનીઓ ઈચ્છે છે કે ભારતમાં મોદીની સરકાર બને

aapnugujarat

Leave a Comment

UA-96247877-1