વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે નાણાકીય વર્ષને શિફ્ટ કરવા માટેની કામગીરી ઉપર તૈયારી શરૂ કરી દીધી છે. નાણાકીય વર્ષને એપ્રિલથી જાન્યુઆરી ઉપર શિફ્ટ કરવા માટે કામ શરૂ કર્યું છે. કૃષિ ઉત્પાદનને ધ્યાનમાં લઈને આ હિલચાલ હાથ ધરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મહિનામાં જ જાન્યુઆરી-ડિસેમ્બર નાણાકીય વર્ષના વિચારને ટેકો આપ્યો હતો. નીતી આયોગની બેઠકમાં મુખ્યમંત્રીને સંબોધતા મોદીએ આ મુજબની વાત કરી હતી. જાણકાર લોકોનું કહેવું છે કે નાણાકીય વર્ષને જાન્યુઆરી-ડિસેમ્બરમાં શિફ્ટ કરવા ઉપર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, છતાં પણ હજુ કેટલીક પ્રગતિ થઈ રહી નથી. પહેલી જુલાઈથી જીએસટીને અમલી કરી દેવામાં આવ્યા બાદથી આ દિશામાં નવી પહેલ થઈ શકે છે. નવા નાણાકીય વર્ષની શરૂઆત આ રીતે થનાર છે. કેલેન્ડર વર્ષના બીજા હાફની શરૂઆતને પણ અમલી કરવામાં આવનાર છે. સરકારે ગયા વર્ષે નાણાકીય વર્ષને વર્તમાન પ્રથા પહેલી એપ્રિલથી શરૂ થવાના બદલે પહેલી જાન્યુઆરીથી શરૂ કરવાની શક્યતા ચકાસવા ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી હતી. આ કમિટીએ ડિસેમ્બર મહિનામાં તેનો અહેવાલ સોંપી દીધો હતો. જેમાં ફેરફારની વાત પણ કરવામાં આવી હતી. જુદા જુદા કૃષિ પાકના ગાળા ઉપર તેમની અસરની પણ આમાં વાત કરવામાં આવી હતી. મોદીએ કહ્યું હતું કે ભારતમાં જ્યાં કૃષિ આવક સૌથી મહત્વપૂર્ણ છે તે દેશમાં નાણાકીય વર્ષની ગણતરી પણ મહત્વપૂર્ણ બની ગઈ છે. બજેટ પણ આ વર્ષમાં કૃષિ આવક મળ્યા બાદ તરત જ તૈયાર કરવાની વાત કરવામાં આવી હતી. નાણાકીય વર્ષને જાન્યુઆરીથી ડિસેમ્બર તરીકે ગણવાના શ્રેણીબદ્ધ સૂચનો મળ્યા હતા. મોદીએ રાજ્યોને આ સંદર્ભમાં પહેલ કરવા અપીલ કરી હતી. વડાપ્રધાનના નિવેદન બાદ મધ્યપ્રદેશે તરત જ નિર્ણયને અમલી કર્યો હતો અને જાન્યુઆરી-ડિસેમ્બર તરીકે વર્ષને ગણવાનો નિર્ણય કર્યો હતો. સરકાર આ વર્ષની શરૂઆતમાં જ બજેટ રજુ કરવાની પ્રથા બદલી ચુકી છે. એક મહિના એડવાન્સમાં આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી ચુકી છે. ગયા વર્ષ સુધી બજેટ ફેબ્રુઆરીના છેલ્લા દિવસે રજુ કરવાની પરંપરા હતી. મે મહિનાના મધ્ય સુધી સંસદ દ્વારા તેને પસાર કરવામાં આવે છે. જૂન મહિનામા મોનસૂનની એન્ટ્રી થઈ જાય છે. મોટાભાગની સ્કીમ અને રાજ્યો દ્વારા ખર્ચના આંકડા ઓકટોબર સુધી મળી શકતા નથી. તમામ બાબતોને ધ્યાનમાં લઈને હવે ફાઈનાન્સીયલ વર્ષને જાન્યુઆરી-ડિસેમ્બરમાં શિફ્ટ કરાવવાનો નિર્ણય કરાયો છે. સરકારે આના ઉપર કામ શરૂ કરી દીધું છે. ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ