Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારતે ઓમાનના દુકમ પોર્ટ સુધી પોતાનો વિસ્તાર વધાર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓમાન યાત્રાથી વધુ એક મોટી સફળતા હાંસલ થઈ છે. હિંદ મહાસાગરમાં સતત પોતાની પાંખો ફેલાવી રહેલા ચીને પાકિસ્તાનના ગ્વાદર બંદર સુધી પોતાની પહોંચ બનાવી હતી. જેના જવાબમાં ભારતે પહેલ ઈરાનના ચાબહાર અને હવે ઓમાનના દુકમ પોર્ટ સુધી પોતાનો વિસ્તાર વધાર્યો છે. પીએમ મોદીની ઓમાન યાત્રા દરમિયાન ભારતને ઓમાનના મહત્વપૂર્ણ બંદર દુકમ સુધી પોતાના જહાજો મોકલવાની મંજુરી મળી ગઈ છે.ભારતને હવે ઓમાનના સામરીક રૂપે મહત્વપૂર્ણ એવા દુકમ બંદરે સૈન્ય અને લોજિસ્ટિક સપોર્ટ મળવાની મંજૂરી મળી ગઈ છે. હિંદ મહાસાગરમાં ભારત વધુ શક્તિશાળી બનશે. પાકિસ્તાનથી લઈને મધ્ય એશિયા સુધી ચીનના વધતા પ્રભાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય ઓમાન યાત્રાની ખુબ જ મોટી સફળતા માનવામાં આવે છે.ઓમાનની યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમાનના સુલ્તાન સૈયદ કબૂસ બિન સઈદ અલ સઈદ સાથે મુલાકાત કરી હતી. તે દરમિયાન બંને દેશો વચ્ચે સૈન્ય સમજુતી પર હસ્તાક્ષર કર્યાં હતાં. આ સમજુતી લાગુ થઈ જતાં ઓમાનના દુકમ પોર્ટ અને ડ્રાઈ ડૉકનો ઉપયોગ ભારતીય સૈન્ય તેના જહાંજો માટે કરી શકશે.દુકમ પોર્ટ ઓમાનના દક્ષિણ-પૂર્વી સમુદ્ર કાંઠે આવેલું છે અને તે ઈરાનના ચાબહાર બંદરથી નજીકના અંતરે છે. અહીં સુધી પહોંચ બનતા ભારત હિંદ મહાસાગરના આ વિસ્તારમાં વધુ શક્તિશાળી બનશે.ઉલ્લેખનીય છે કે દુકમમાં વર્તમાનમાં જ ભારતની ગતિવિધિઓ વધી ગઈ છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં જ ભારતે અહીં તેની એક સબમરીન મોકલી હતી. તે ઉપરાંત દુમમમાં ભારતીય નૌકાદળનનું જહાંજ આઈએનએસ મુંબઈ અને બે પી-૮ આઇ સ્પાઈ વિમાનો મોકલવામાં આવ્યાં હતાં.દુકમ એક સ્પેશિયલ ઈકોનોમિક ઝોન પણ છે. જ્યાં ભારતીય કંપનીઓ દ્વારા ૧.૮ અરબ ડૉલરનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. ગત વર્ષે જ અદાણી ગ્રુપે દુકમ પોર્ટમાં રોકાણ કરવાને લઈને એક સમજુતી કરી હતી.

Related posts

मोबाइल को ६ फरवरी तक आधार से लिंक करना होगा

aapnugujarat

कोरेगांव भीमा आयोग में शरद पवार को बुलाने के लिए दायर हुआ आवेदन

aapnugujarat

धारा 370 पर राष्ट्रपति के आदेश के खिलाफ SC पंहुचा नेशनल कॉन्फ्रेंस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1