Aapnu Gujarat
રમતગમત

ન્યુઝીલેન્ડ-ઇંગ્લેન્ડ વચ્ચે આવતીકાલે રોચક ટ્‌વેન્ટી-૨૦ જંગ રમાશે

વેલિંગ્ટન ખાતે આવતીકાલે ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે ટ્‌વેન્ટી ત્રિકોણીય શ્રેણીની મહત્વપૂર્ણ મેચ રમાનાર છે. ઓસ્ટ્રેલિયા પહેલાથી જ પોતાની સ્થિતિ મજબૂત બનાવી ચુક્યું છે. હવે ફાઈનલ માટે ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાનાર છે. હજુ સુધી આ ટ્‌વેન્ટી ત્રિકોણીય શ્રેણીમાં રમાયેલી મેચોમાં ઓસ્ટ્રેલિયાએ સતત ત્રણ મેચોમાં જીત મેળવી છે જે પૈકીની પ્રથમ મેચમાં ત્રીજી ફેબ્રુઆરીએ ન્યુઝીલેન્ડ ઉપર સિડનીમાં સાત વિકેટે જીત મેળવી હતી. ત્યારબાદ સાતમી ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ સામે હોબાર્ટમાં પાંચ વિકેટે જીત મેળવી હતી અને ૧૦મી ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ સામે મેલબોર્નમાં સાત વિકેટે જીત મેળવી હતી. પોતાના ઘરઆંગણે રમાયેલી ત્રણેય મેચમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી છે જે પૈકી બે મેચ ઇંગ્લેન્ડ સામે અને એક મેચ ન્યુઝીલેન્ડ સામે જીતી છે. હવે આશ્રેણીની બાકીની મેચ ન્યુઝીલેન્ડમાં રમાનાર છે. પ્રથમ વખત બે દેશમાં ત્રિકોણીય શ્રેણી રમાઈ રહી છે. ન્યુઝીલેન્ડમાં રમાનારી આ ટ્‌વેન્ટી શ્રેણીની મેચો પૈકીની પ્રથમ મેચ આવતીકાલે વેલિંગ્ટનમાં ઇંગ્લેન્ડ સામે રમાશે. ત્યારબાદ આ શ્રેણીની પાંચમી મેચ ઓકલેન્ડમાં ૧૬મી ફેબ્રુઆરીના દિવસે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે રમાશે. શ્રેણીની છઠ્ઠી અને છેલ્લી મેચ હેમિલ્ટન ખાતે રમાશે. ત્યારબાદ ફાઈનલ મેચ ઓકલેન્ડમાં રમાશે. તમામ મેચોને લઇને ન્યુઝીલેન્ડમાં હવે ઉત્સુકતા દેખાઈ રહી છે. ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ બંને ઓસ્ટ્રેલિયા સામે હારી ચુક્યું છે. આ શ્રેણીમાં ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ બે મેચમાં આમને સામને આવનાર છે. જ્યારે ઓસ્ટ્રેલિયા સામે ન્યુઝીલેન્ડ એક મેચ રમશે. હાલના ફોર્મને જોતા ન્યુઝીલેન્ડની સ્થિતિ મજબૂત દેખાઈ રહી છે પરંતુ ઇંગ્લેન્ડની ટીમ વનડે ક્રિકેટમાં ખુબ જ ધરખમ ટીમ હોવાની બાબત પહેલાથી જ પુરવાર થઇ ચુકી છે. ટીમમાં જેસન રોય, રુટ, મોર્ગન જેવા ધરખમ ખેલાડીઓ રહેલા છે. ન્યુઝીલેન્ડની ટીમ ઘરઆંગણે વર્તમાન શ્રેણીમાં શાનદાર દેખાવ કરીને ઇંગ્લેન્ડને પછડાટ આપવા માટે તૈયાર દેખાઈ રહી છે. સ્થાનિક ક્રિકેટ ચાહકો તમામ મેચોને લઇને ઉત્સુક બનેલા છે. રસપ્રદ બાબત એ છે કે, પ્રથમ વખત આ પ્રકારની ત્રિકોણીય શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિકોણીય શ્રેણી ત્રિકોણીય વનડે શ્રેણીની જેમ જ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયા તરફથી ધરખમ દેખાવ કરવામાં આવ્યા બાદ તે શ્રેણીમાં હોટફેવરિટ દેખાઈ રહી છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

Overthrow should have been given dead ball in World Cup final : Warne

aapnugujarat

જર્મનીની ફુટબોલ ટીમમાં દરેક પોઝીશન માટે બે મજબુત ખેલાડી સ્ટેન્ડ પર મૌજુદ

aapnugujarat

WTC ફાઈનલ માટે Team Indiaની જાહેરાત, રહાણેને સ્ક્વોડમાં મળ્યું સ્થાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1