Aapnu Gujarat
બિઝનેસ

આઈએનએક્સ મિડિયા પ્રકરણમાં કાર્તિ ચિદમ્બરમ સામે નવેસરથી સમન્સ જારી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આઈએનએક્સ મિડિયા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ સામે નવેસરથી સમન્સ જારી કર્યું છે. ૧૫મી ફેબ્રુઆરીના દિવસે આ કેસના સંબંધમાં તપાસ અધિકારી સમક્ષ ઉપસ્થિત થવા કાર્તિ ચિદમ્બરમને કહેવામાં આવ્યું છે. તપાસ સંસ્થાએ અગાઉ બીજી ફેબ્રુઆરીના દિવસે સમન્સ જારી કર્યું હતું. ત્યારબાદ કાર્તિએ કહ્યું હતું કે, તેઓ એ તારીખે ઉપસ્થિત થઇ શકશે નહીં. કારણ કે, આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી પેન્ડિંગ થયેલી છે. ૧૮મી જાન્યુઆરીના દિવસે આ કેસના સંદર્ભમાં ઇડી દ્વારા આકરી પુછપરછ કાર્તિની કરવામાં આવી હતી. તપાસકારો દ્વારા અનેક આક્ષેપો તેમની સામે કરવામાં આવી ચુક્યા છે. કાર્તિની તકલીફ હાલ ઓછી થાય તેવા સંકેત દેખાતા નથી.

Related posts

सेंसेक्स गिरावट के साथ 38,736.23 पर बंद हुआ शेयर बाजार

aapnugujarat

ભારતમાં ક્ષમતા છે : ૭.૩ ટકા વિકાસ દર થઇ શકે છે : વર્લ્ડ બેંક

aapnugujarat

જાહેર ક્ષેત્રની ૯ કંપનીઓની સંપત્તિ વેચવા માટેની તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1