Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

નોટબંધીના ૧૫ મહિના બાદ પણ નોટની ગણના હજુ જારી : આરબીઆઈ

નોટબંધી બાદ પરત આવેલા ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટની ગણતરી ૧૫ મહિનાના ગાળા બાદ પણ હજુ ચાલી રહી છે. આરબીઆઈ ૧૫ મહિના પહેલા બંધ કરવામાં આવેલી નોટની સંખ્યાના અસરકારક અને યોગ્ય મૂલ્યાંકન અને પ્રમાણિકતા પર હજુ કામ કરી રહી છે. રિઝર્વ બેંકનું કહેવું છે કે, આ કામગીરી ખુબ જ ઝડપથી ચાલી રહી છે. સમાચાર સંસ્થા દ્વારા દાખલ કરવામાં આવેલી આરટીઆઈ અરજીના જવાબમાં રિઝર્વ બેંકે કહ્યું છે કે, રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ નોટની ગણતરી ચાલી રહી છે પરંતુ આને ટૂંક સમયમાં જ પરિપૂર્ણ કરી લેવામાં આવશે. આ પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવ્યા બાદ જ સમગ્ર જાણકારી જારી કરી શકાશે. બંધ કરવામાં આવેલી નોટોના સંદર્ભમાં પ્રશ્નના જવાબમાં આરબીઆઈએ કહ્યું છે કે, વેરિફિકેશનની પ્રક્રિયા પુરી થવા સુધી અંદાજિત મૂલ્યમાં ફેરફાર થઇ શકે છે. ૩૦મી જૂન ૨૦૧૭ સુધી જમા કરવામાં આવેલી નોટની સંખ્યા ૧૫.૨૮ લાખ કરોડ રૂપિયા હતી. બંધ થઇ ગયેલી નોટની ગણતરી પૂર્ણ થવાની મહેતલ અંગે પૂછવામાં આવતા આરબીઆઈએ કહ્યું છે કે, ગણતરીની પ્રક્રિયા અતિ ઝડપથી ચાલી રહી છે. હાલના સમયમાં આરબીઆઈએ નોટની ગણતરી માટે ૫૯ કરન્સી વેરિફિકેશન એન્ડ પ્રોસેસિંગ મશીન મુકવામાં આવ્યા છે.
જવાબમાં આ મશીનોના લોકેશનની માહિતી આપવામાં આવી નથી. આ ઉપરાંત કોમર્શિયલ બેંકોની આઠ સીવીપીએસને પણ ગણતરીની કામગીરીમાં મુકવામાં આવી છે. ઉપરાંત સાત સીવીપીએસ મશીન લિઝ ઉપર લઇને પણ કામગીરી ચાલી રહી છે. આરબીઆઈએ કહ્યું છે કે, ૧૫.૨૮ લાખ કરોડ રૂપિયા બેંકિંગ સિસ્ટમમાં પરત આવ્યા છે. નોટબંધી થઇ ત્યારે કુલ કરન્સીનો ૯૯ ટકા હિસ્સો હતો. એટલે કે ૧૬૦૦૦ કરોડ રૂપિયા પરત આવ્યા નથી.

Related posts

સેંસેક્સ ૧૫૧ પોઇન્ટ સુધરીને બંધ

aapnugujarat

Various committees formed by Lok Sabha speaker Om Birla

aapnugujarat

कार्ति चिदंबरम से जोर बाग आवास खाली करने के लिए ED ने भेजा नोटिस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1