Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

હોમ અને કાર લોન માર્ચ મહિનાથી વધુ મોંઘી થશે

હોમ લોન અથવા તો કાર લોન લેવાની ઇચ્છા ધરાવનાર લોકોને ફટકો પડી શકે છે. કારણ કે આગામી મહિનાથી હોમ અને કાર લોન વધુ મોંઘી થઇ શકે છે. મળેલી માહિતી મુજબ માર્ચ અથવા તો એપ્રિલ મહિનાથી હોમ લોન અને કાર લોનના વ્યાજદરોમાં વધારો થવાની શરૂઆત થશે. પોતાના માર્જિનને બચાવવા માટે બેંકો વ્યાજદરોમાં વધારો કરવાની શરૂઆત કરશે. છેલ્લા કેટલાક મહિનામાં બોન્ડ યિલ્ડ્‌સમાં ૧૦૦ બેઝિક પોઇન્ટનો વધારો થઇ ચુક્યો છે જેના પરિણામ સ્વરુપે બેંકો માટે ડિપોઝિટ સર્ટિફિકેટ જારી કરવાની બાબત મોંઘી થઇ ગઇ છે. એટલું જ નહીં બજારથી ઉછીને નાણા લેવાની બાબત પણ મુશ્કેલરુપ બની રહી છે. મળેલી માહિતી મુજબ બેંકો માટે રેટ વધારવાની બાબત હવે ફરજિયાત દેખાઈ રહી છે. બુધવારના દિવસે એચડીએફસી બેંકે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝ્‌ડ લેન્ડિંગ રેટમાં ૧૦ બેઝિક પોઇન્ટનો વધારો કરી દીધો હતો. જે સંકેત આપે છે કે, બેંક લેન્ડિંગ રેટમાં વધારો થનાર છે. એચડીએફસી બેંકથી પહેલા એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા, ઇન્ડસઇન્ડ અને યશ બેંકે પણ એમસીએલઆર રેટ પાંચથી ૧૦ બેઝિક પોઇન્ટ વધારી દીધા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રુપ અર્થશાસ્ત્રીનું કહેવું છે કે, જેટલા ઉંચા યિલ્ડ્‌સના લીધે સરકારની ઉછીના નાણા લેવાના ખર્ચમાં વધારો થઇ રહ્યો છે. આનાથી બેંકો માટે એમસીએલઆરના રેટ વધારવા માટે દબાણ આવી રહ્યું છે. જાણકાર લોકોનું કહેવું છે કે, આગામી મહિના અથવા તો એપ્રિલ મહિનાથી હોમ અને કાર લોન વધુ મોંઘી થશે જેથી વ્યાજદર વધશે. આવી સ્થિતિમાં સામાન્ય લોકોને લોન લેવાની બાબત વધારે ખર્ચાળ પુરવાર થઇ શકે છે.

Related posts

અચાનક પૈસાની જરૂર પડે તો એસબીઆઇએ શરૂ કરી નવી સુવિધા

aapnugujarat

भारत और रूस के बीच रक्षा समेत अन्य क्षेत्र में हुए 15 समझौते

aapnugujarat

મોનસૂન સત્રમાં વિપક્ષનો સામનો કરવા મોદી સરકાર સજ્જ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1