Aapnu Gujarat
રમતગમત

શ્રી સોમનાથ તીર્થધામમાં શિવરાત્રિ મહોત્સવની ભવ્ય તૈયારીઓ શરૂ

પ્રતિવર્ષ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિ પર્વની પારંપરીક ઉજવણી કરવામાં આવતી હોય છે. સોમનાથ મંદિર શિવરાત્રિ પર્વે સવારે ૪ થી લઈ સતત ૪૨ કલાક ભક્તજનો માટે ખુલ્લું રહે છે. ચાર પ્રહરની વિશેષ આરતી, પાલખી યાત્રા, ધ્વજારોહણનું ધાર્મિક આયોજન કરાય છે, જેમાં ઉપસ્થિત લાખો ભક્તો શિવમય બનશે. સોમનાથનાં માર્ગો શિવભક્તોથી ઉભરાઈ આવે છે. પ્રભાસ ક્ષેત્રમાં ‘જય સોમનાથ’નો નાદ ગુંજી ઉઠે છે.
શિવરાત્રિ મહોત્સવ – ૨૦૧૮ને લક્ષ્યમાં લઈ સોમનાથ આવતાં ભાવિકો વિશેષ શિવભક્તિ કરી શકે તેવા હેતુથી તા.૧૨-૦૨-૨૦૧૮ તથા તા.૧૩-૦૨-૨૦૧૮ના મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન છે. મોટી સંખ્યામાં ભાવિકો યજ્ઞ, પૂજાવિધિમાં જોડાઈ કૃતાર્થ થશે. મહાદેવજીને સમગ્ર વર્ષમાં કરેલ શિવપૂજાઓ જેટલું પુણ્ય હોય, તે માત્ર શિવરાત્રિએ સંક્ષિપ્ત શિવપૂજા કરવાથી પ્રાપ્ત થાય છે, જેમને ધ્યાને રાખી મહાશિવરાત્રિએ મોટી સંખ્યામાં ભાવિકો જાતે તત્કાલ શિવપૂજન કરી શકે તે માટે વિશેષ આયોજન કરાયું છે.
મહાશિવરાત્રિનાં રોજ સવાર ૯.૦૦ થી ૬.૦૦ દરમિયાન સૌપ્રથમવાર મ્યુઝિક થેરાપી આધારિત સંગીતનાં સાત રોગોમાં મહામૃત્યુંજય મંત્રથી તન-મનની શાંતિની અલૌકિક અનુભુતિ સાથ સ્વાસ્થ્ય પ્રદાન કરતો અદ્‌ભુત કાર્યક્રમ સંગીતકાર નયન વૈષ્ણવ તથા સાથી કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે જેનો લાભ લવા સર્વ ભક્તોને હાર્દિક નિમંત્રણ છ.
મહાશિવરાત્રિનાં દિવસે શ્રી સોમનાથ મંદિર એલ.ઈ.ડી. લાઈટીંગથી સુશોભિત કરવામાં આવશે તેમજ અમદાવાદનાં ભાવિકો દ્વારા સુંદર પુષ્પો-હારો-તોરણોથી મંદિરથી સુશોભિત કરવામાં આવશે. શ્રી સોમનાથ ટ્રસ્ટની એલ.ઈ.ડી. સ્ક્રીનમાં લોકો કતારબંધ રહીને પણ સોમનાથજીના દર્શન કરી ધન્ય પ્રાપ્ત કરી શકે તે રીતે આયોજન કરવામાં આવેલ છે. જુદાં-જુદાં દાતાશ્રીઓનાં સહયોગથી મહાશિવરાત્રિ પર્વે દર્શનાર્થે પધારતા યાત્રીઓને મહાપ્રસાદ, ફરાળ નિઃશુલ્ક મળી રહે તે પ્રકારની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.
વેરાવળ પાટણનાં નગરજનોનાં ઉત્સાહને ધ્યાને રાખી ભવ્ય પાલખીયાત્રા આયોજન. વેરાવળની અને પાટણની નગરચર્યા કરશે. ભગવાન સોમનાથ…સોમનાથ મહાદેવની પાલખીયાત્રા વેરાવળથી સોમનાથ સુધી યોજાશે, ભોઈ સોસાયટી, ભૈરવનાથ ચોકથી ભવ્ય પદયાત્રા નીકળશે જેમાં ધાર્મિક ગીતોના સથવાર વિવિધ ધનુમંડળો, રાસમંડળો સાથે ભવ્ય પાલખીયાત્રા નીકળશે. રસ્તામાં આવતાં અનેક વિસ્તારનાં લોકો શોભાયાત્રાનું સ્વાગત કરશે તેમજ ભગવાન સ્વયં જ્યારે નગરચર્યાએ પસાર થઈ રહ્યાં હોય ત્યારે શ્રદ્ધાળુઓ હરખભેર પુષ્પોથી ભગવાનની કૃપા પ્રાપ્તિ કરશે.
સોમનાથ પરિવાર સમુદ્ર ઉદ્યાન ચોપાટી ગ્રાઉન્ડ ખાતે તા.૧૧-૦૨-૨૦૧૮ થી ૧૩-૦૨-૨૦૧૮નાં ગુજરાત સરકારનાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ – ગાંધીનગર, ગીર-સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે શ્રી સોમનાથ ઉત્સવ – ૨૦૧નું આયોજન રાત્રિનાં કરવામાં આવેલ છે જેમાં ભરતનાટયમ, કથ્થક, કુચીપુડી, ભાતીગળ લોકનૃત્ય, શાસ્ત્રીય, રાસ-ગરબા તથા ડાયરો સહિત કાર્યક્રમમાં ૫૦૦ જેટલાં કલાકારો પોતાની કલા દ્વારા નટરાજની વંદના કરશે, તેઓનાં દ્વારા શિવરાત્રિની રાત્રે સોમનાથજીને સુરવંદના કરી સૌ ભક્તોને શિવભક્તિમાં ધન્યતા પ્રદાન કરશે.
શ્રી સોનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ કેશુભાઈ પટેલ તથા ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરીનાં માર્ગદર્શન હેઠળ શ્રી સોમનાથ ટ્રસ્ટનાં અધિકારી તથા કર્મચારીઓ ઉત્સાહભેર શિવરાત્રિ મહોત્સવે આવનાર યાત્રીઓની વ્યવસ્થા હેતુ કામે લાગેલી છે. દિવ્યાંગો માટે દિવ્યાંગ સહાયતા કેન્દ્ર ઉભું કરવામાં આવશ. વૃદ્ધો તથા અશક્ત યાત્રિકો માટે પાર્કિંગથી મંદિર સુધી પહોંચાડવા માટે વિનામૂલ્યે રિક્ષાની વ્યવસ્થા સાથે જ ગોલ્ફકાર્ટ, વ્હીલચેરની વ્યવસ્થા મંદિર પરિસર માટે કરવામાં આવશે. યાત્રિકોનાં ધસારાને ધ્યાને રાખી વિશેષ ક્લોકરૂમ, શુ હાઉસ, પૂજાવિધિ તેમજ પ્રસાદી કાઉન્ટરોની વ્યવસ્થા કરવામાં આવનાર છે. શિવરાત્રિ પર્વે ઈમરજન્સી સારવાર માટે મેડીકલ ટીમ તૈનાત રહેશે. શિવરાત્રિનાં રોજ ૨૪ કલાક સ્વાગત/પૂછપરછ કેન્દ્ર મંદિરનાં મુખ્ય પ્રવેશ પાસે કાર્યરત રહેશે જેનો સંપર્ક નં. ૯૪૨૮૧ ૧૪૮૧૦ છે.
સોમનાથમાં શિવરાત્રિએ યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે, કતાર બંધ દર્શન થઈ રહે, તમામ પ્રાથમિક સુવિધા જેવી કે પીવાનું પાણી, આરોગ્યલક્ષી, સ્વચ્છતા તેમજ સુરક્ષા, કતારબંધ દર્શન કરવા વિગેરે માટે ગીર-સોમનાથનું જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ પ્રશાસન, નગરપાલિકા તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટીમ વર્ક કરી આયોજનો કરવામાં આવી રહેલ છે.
શિવરાત્રિએ યાત્રીઓને મુશ્કેલી ન પડે તે હેતુ બાયપાસ સર્કલથી પ્રજાપતિ જ્ઞાતિની વાડી પાસે થઈ હમીરજી સર્કલ અને સોમનાથ મંદિર સુધી પહોંચવા વિશેષ માર્ગ તૈયાર થયેલ છે તે યાત્રિકો માટે આશીર્વાદરૂપ બની રહેશે. યાત્રીઓ બહારથી આવતાં હોય ત્યારે સુક્ષ્મ પ્રકારથી લઈ દરેક નકામી વસ્તુ કચરા ટોપલીમાં જ નાંખે તેમજ સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ સૂત્ર વાક્ય સાકાર કરવા સહયોગ આપે તેવી શ્રી સોમનાથ ટ્રસ્ટ તેમજ ગીર-સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર તરફથી અપીલ કરવામાં આવે છે.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)

Related posts

विदेशी कोच पाकिस्तान क्रिकेट का भला नहीं कर सकता : नवाज

aapnugujarat

इंग्लैंड टीम को जोफ्रा आर्चर पर भरोसा नहीं करना चाहिए : कॉलिंगवुड

aapnugujarat

ISSF WORLD CUP : अभिषेक ने जीता स्वर्ण, सौरभ को मिला कांस्य

aapnugujarat

Leave a Comment

UA-96247877-1