Aapnu Gujarat
રમતગમત

આફ્રિકા પર ભારતની ત્રીજી વનડેમાં ૧૨૪ રને જીત થઇ

કેપટાઉન ખાતે રમાયેલી છ વનડે મેચોની શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે આફ્રિકા પર ૧૨૪ રને ભવ્ય જીત મેળવી હતી. આની સાથે જ વનડે શ્રેણીમાં ૩-૦ની નિર્ણાયક લીડ મેળવ લીધી હતી. વિરાટ કોહલીએ ફરી એકવાર વિરાટ બેટિંગ કરીને શાનદાર ૧૬૦ રન ફટકાર્યા હતા. ત્યારબાદ કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલે જોરદાર બોલિંગ કરીને પોતાની ટીમને જીત અપાવવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે ૫૦ ઓવરમાં છ વિકેટે ૩૦૩ રનનો જુમલો ખડક્યો હતો. ત્યારબાદ આફ્રિકાની ટીમ ૪૦ ઓવરમાં ૧૭૯ રન કરીને આઉટ થઇ ગઇ હતી. ચહેલે ૪૬ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. કુલદીપે ૨૩ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. વિરાટ કોહલીએ ૧૫૯ બોલમાં ૧૨ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૧૬૦ રનની ઇનિગ્સ રમી હતી. શિખર ધવને ૭૬ રન કર્યા હતા. બીજી વિકેટની ભાગીદારીમાં આ બન્નેએ ૧૪૦ રન ઉમેર્યા હતા. ભુવનેશ્વર સાથે વિરાટે સાતમી વિકેટની ભાગીદારીમાં ૭ ઓવરમાં ૬૭ રનમ બનાવ્યા હતા. આફ્રિકાની સામે તેની જમીન પર રનની દ્રષ્ટિએ આ સૌથી મોટી જીત છે. અત્રે નોંધનીય છે કે, ચોથી ફેબ્રુઆરીના દિવસે સેન્ચુરિયન ખાતે રમાયેલી બીજી વનડે મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને કચડી નાંખીને શાનદાર જીત મેળવી હતી. આફ્રિકાની ટીમ ભારતીય બોલરો સામે ટકી શકી ન હતી અને ૩૨.૨ ઓવરમાં જ માત્ર ૧૧૮ રનમાં પેવેલિયન ભેગી થઇ હતી. જવાબમાં ભારતીય ટીમે જોરદાર બેટિંગ કરીને ૨૦.૩ ઓવરમાં જ ચેમ્પિયનની જેમ બેટિંગ કરતા એક વિકેટે ૧૧૯ રન બનાવીને મેચ જીતી લીધી હતી. શિખર ધવન ૫૬ બોલમાં નવ ચોગ્ગા સાથે ૫૧ રન બનાવીને અણનમ રહ્યો હતો જ્યારે વિરાટ કોહલી ૫૦ બોલમાં ૪૬ રન બનાવીને અણનમ રહ્યો હતો. પ્રથમ વિકેટ ભારતે ૨૬ રને ગુમાવી દીધી બાદ બીજી કોઇ વિકેટ પડી ન હતી. મેન ઓફ દ મેચ તરીકે યુજવેન્દ્ર ચહેલની પસંદગી કરવામાં આવી હતી. ચહેલે તરખાટ મચાવીને ૨૨ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. કુલદીપે ૨૦ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. વિકેટની દ્રષ્ટિએ દક્ષિણ આફ્રિકાની સામે ભારતની સૌથી મોટી જીત હતી.

Related posts

जिम्बाब्वे क्रिकेट बोर्ड को तत्काल प्रभाव से ICC ने किया निलंबित

aapnugujarat

अर्जेंटीना फुटबाल मैच में 2021 तक कोई दर्शक नहीं : खेल मंत्री

editor

गांगुली ने विराट कोहली की तुलना महान बल्लेबाजों से की

aapnugujarat

Leave a Comment

UA-96247877-1