Aapnu Gujarat
બિઝનેસ

હોલસેલ બજારમાં ડુંગળીના ભાવ વધી ગયા

ડુંગળી ફરીથી રડાવશે કેન્દ્ર સરકાર દ્વારા મિનિમમ એક્સપોર્ટ પ્રાઈસ(એમઈપી) હટાવાયા પછી દેસના અનેક હિસ્સામાં તેની કિંમતોમાં ૫૦ ટકા સુધીની તેજી જોવા મળી રહી છે. દેશના સૌથી મોટા હોલસેલ માર્કેટ લાસલગાંવમાં કિંમતોમાં ૪૬ ટકાનો વધારો થઈ ગયો.  શુક્રવારે કેન્દ્ર સરકારે એમઈપી ઘટાડવાનો નિર્ણય લેતા, સોમવારે હોલસેલ માર્કેટમાં કિંમતો વધીને ૨૦૭૫ રૂપિયે પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ.કેન્દ્ર સરકારે ગયા વર્ષે ૨૩મી નવેમ્બરના રોજ પ્રતિ ટન ૮૫૦ ડોલરની એમઈપી લગાવી હતી. આ નિર્ણય કિંમતોમાં વધારાને પગલે લેવામાં આવ્યો હતો. એ દિવસોમાં મુંબઈ અને દિલ્હી જેવી જગ્યાઓ પર ડુંગળીની સરેરાશ કિંમત ૭૦ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ હતી.
ખેડૂતોને ડુંગળીના પેદાશના સારા ભાવ મળે તે માટે કેન્દ્રે આ પગલું ભર્યું. તેને કારણે રીટેલ માર્કેટમાં ડુંગળીની કિંમતોમાં ફરીથી વધારો થવા લાગ્યો.ડુંગળીના ભાવને નીચે આવતા જોઈને બીજી ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પરના ઓછામાં ઓછા નિકાસ મૂલ્યની રાખવામાં આવેલી શરતને ખતમ કરી દીધી. પણ સરકારના આ પગલાનો માર વપરાશકારો પર પડી રહ્યો છે. સરકારના આ પગલાની અસર હેઠળ હોલસેલ બજારમાં ડુંગળીના ભાવ આશરે ૪૬ ટકા સુધી વધી ગયા. એ કારણે રિટેલ માર્કેટમાં પણ તેની કિંમતોમાં વધારો થવાની આશંકા વધી ગઈ છે. સરકારે આ વર્ષે ડુગળીનું ઉત્પાદન ગત વર્ષની સરખામણીમાં ઓછું રહેશે તેવી આશંકા વ્યક્ત કરી છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલય અનુસાર, વર્ષ ૨૦૧૭-૧૮માં દેશમાં ડુંગળીનું ઉત્પાદન ૨૧૪ લાખ ટન હોવાનું અનુમાન છે. વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન દેશમાં ૨૨૪ લાખ ટન ડુંગળી પેદા થઈ હતી.

Related posts

एयरटेल, वोडाफोन और आइडिया पर 3,050 करोड़ रुपये का लगा जुर्माना

aapnugujarat

એફએમસીજી કંપનીઓ તહેવારોમાં વેચાણ વધારવા આક્રમક બનશે

aapnugujarat

पिछले आठ साल का सबसे ऊंचे स्तर पर सोना, पंहुचा 1500 डॉलर प्रति औंस के पार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1