Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગયા વર્ષે ૧૨૬ યુવાનો આતંકી જૂથમાં જોડાયા, ૨૦૧૬થી ૩૮ વધુ : મહેબૂબા

જમ્મુ-કાશ્મીરમાં ૨૦૧૭માં ૧૨૬ યુવાનો આતંકી જૂથોમાં જોડાયા. આ આંકડો ૨૦૧૬માં યુવાનોના આતંકી બનવાના ૮૮ જેટલો વધુ છે. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ મંગળવારે આ વાત વિધાનસભામાં કહી. ૨૦૧૦થી કેટલા યુવાનોએ આતંકી જૂથ જોઇન કર્યા, તેનો ડેટા અવેલેબલ છે. જ્યારે લોકસભામાં ગૃહ રાજ્ય મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું કે ૨૦૧૭માં કાશ્મીરમાં ઘૂસણખોરીની ઘટનાઓ થઇ અને ૭૫ આતંકીઓ માર્યા ગયા.ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, મહેબૂબાએ વિધાનસભામાં લેખિત રૂપમાં જવાબ આપ્યો, “૨૦૧૫માં ૬૬, ૨૦૧૬માં ૮૮ અને ૨૦૧૭માં ૧૨૬ યુવાનોએ આતંકી જૂથો જોઇન કર્યા.” નેશનલ કોન્ફરન્સના નેતા અલી મોહમ્મદે લેખિતમાં સવાલ પૂછ્યો હતો કે ઘાટીમાં કેટલા યુવા આતંકી બની ચૂક્યા છે.
ન્યુઝ એજન્સીએ ડિસેમ્બરમાં જણાવ્યું હતું કે ૨૦૧૭માં કાશ્મીરીઓએ છેલ્લા સાત વર્ષોની સરખામણીએ સૌથી વધુ આતંકી જૂથો જોઇન કર્યા છે. જોકે આ વાતને જમ્મુ-કાશ્મીરના ડીજીપી એસપી વૈદે નકારી કાઢી હતી.ગયા વર્ષે માર્ચમાં સંસદમાં રજૂ થયેલા ડેટા પ્રમાણે, ૨૦૧૪થી ઘાટીમાં યુવાનોના હથિયાર ઉઠાવવાની સંખ્યામાં વધારો થયો છે. ડેટા પ્રમાણે, ૨૦૧૦માં ૫૪ યુવાનો આતંકી બન્યા. આગામી ૩ વર્ષોમાં યુવાનોના આતંકી બનવામાં ઘટાડો થયો. ૨૦૧૧માં કાશ્મીરમાં ૨૩, ૨૦૧૨માં ૨૧ અને ૨૦૧૩માં માત્ર ૧૬ આતંકીઓ બન્યા.૨૦૧૪થી કાશ્મીરી યુવાનોના આતંકી બનવામાં વધારો થયો. આ વર્ષે ૫૪ યુવાનો આતંકી બન્યા. ૨૦૧૫માં ૬૬, ૨૦૧૬માં ૮૮ યુવાનો આતંકી જૂથમાં ભરતી થયા.

Related posts

પાકિસ્તાન-કચ્છ-જામનગર માર્ગે ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવા તાલિબાનોનું કાવતરું

editor

હોશંગાબાદમાં યુવકના ૫ આરોપીઓએ હાથ કાપી નાંખ્યા

editor

RBI announces NEFT timings may change from December 2019

aapnugujarat

Leave a Comment

UA-96247877-1