Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ખેડૂતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવાની વાત હાલ સંજોગોમાં જુમલો જ માત્ર :મનમોહન

પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં અરુણ જેટલી દ્વારા રજૂ કરાયેલા બજેટમાં ખેડૂતોની આવક વર્ષ ૨૦૨૨ સુધીમાં ડબલ કરી દેવાની વાતને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘે હાલ સંજોગોમાં માત્ર જુમલો જ ગણાવ્યો હતો. આ વાતના અમલી કરણ માટે લેવાનારા નક્કર પગલાં વિશે વાત ન આવે ત્યાં સુધી આ વાતને જુમલો જ ગણી શકાય તેવું તેમણે કહ્યું હતું. સામાન્ય બજેટ ૨૦૧૮ વિશે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું કે કૃષિવિકાસ અને ખેડૂતોની આવકને સંબંધ છે જ્યાં સુધી કૃષિ વિકાસ દર ૧૨ ટકાએ ન પહોંચે ત્યાં તે સુધી તે શક્ય જ નથી. વર્ષ ૨૦૨૨ સુધીમાં આ શક્ય બનશે તેમ કહેવું એ હાલના સંજોગોમાં વધું પડતું છે.પૂર્વ વડાપ્રધાને નાણાકિય ખાધને ચિંતાનો વિષય ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે રાજકોષિય ખાધને કાબૂમા લઈને સ્થિતિ મજબૂત કરવા માટેના પગલાં એ ચિંતાનો વિષય છે. રાજકોષીય ખાદ્યમાં વધારો થયો છે. નાણાપ્રધાને બજેટમાં તેને નાથવા ખાસ કહ્યું નથી. સરકાર આ માટે શું પગલાં ભરે છે તે જોવું રહ્યું. સરકારે ખેતપેદાશોના ટેકાના ભાવ અંગે જે પણ કઈં કહ્યું છે તે અંગે વાત કરીએ તો સરકારે સ્વામીનાથન ફોર્મુલાના અમલીકરણ માટે બજેટમાં લેવાના પગલાં વિશે કહ્યું નથી.ઉલ્લેખનિય છે કે સરકારે બજેટમાં ખેડૂતોને તેમની ખેતેપેદાશોના ઉત્પાદન ખર્ચના દોઢ ગણાં ભાવ મળે તેવી ઈચ્છા બજેટમાં પ્રદર્શિત કરી હતી, તે માટે સરકાર પોતે ખરીદી કરે અથવા એવું મિકેનિઝમ ઉભું કરે તેવી વાત કહેવામાં આવી હતી.મનમોહનસિંહે આ બજેટને ચૂંટણી લક્ષી ગણાવ્યું ન હતું. પણ દેશની આર્થિક સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરી હતી.

Related posts

ઘાસચારા કૌભાંડના ત્રીજા કેસમાં લાલૂને ૫ વર્ષની જેલ

aapnugujarat

ખાંડ આયાત ડ્યુટી વધારીને ૫૦ ટકા કરવા માટે તૈયારી

aapnugujarat

પદ્માવત ફિલ્મ રજૂ નહીં કરવાની માંગ કરતી અરજીને સુપ્રીમે ફગાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1