Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઉઇગર આતંકીઓથી ડર્યું ચીન, અફઘાન.માં બનાવશે મિલિટરી બેસ

ચીન અફઘાનિસ્તાનમાં મિલિટરી બેસ બનાવવા ઇચ્છે છે. આ માટે બંને દેશોની વચ્ચે વાતચીત પણ શરૂ થઇ ગઇ છે. અધિકારીઓના જણાવ્યા અુસાર, ચીન આ આર્મી કેમ્પ અફઘાનિસ્તાનના અતંરિયાળ અને પહાડી વાખાણ કોરિડોરની પાસે બનાવવાની તૈયારીમાં છે. અહીં ચીનની સીમા અફઘાનિસ્તાન સાથે મળે છે. ચીનને ચિંતા છે કે, ઇસ્ટ તુર્કિસ્તાન ઇસ્લામિક મૂવમેન્ટના ઉઇગર આતંકવાદી આ કોરિડોરથી શિન્જિયાંગ પ્રાંતમાં ઘૂસવા ઇચ્છે છે.
વાખાણમાં રહેતા લોકોના જણાવ્યા અનુસાર, છેલ્લાં કેટલાંક સમયમાં ચીન અને અફઘાનિસ્તાનના સૈનિક આ સ્થળ પર મિલિટરી ટ્રેનિંગમાં ભાગ લઇ ચૂક્યા છે.સાઉથ એશિયામાં પોતાનું વર્ચસ્વ વધારવા માટે ચીન અહીંના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અબજો ડોલર્સ ખર્ચ કરી રહ્યું છે. ડિફેન્સ એનાલિસ્ટ્‌સ અનુસાર, અફઘાનિસ્તાનમાં ચીન કોઇ પણ એક્શન સિક્યોરિટીની નજરે મહત્વનું છે.
ઉલ્લેખનીય છે કે, ચીન છેલ્લાં ઘણાં સમયથી વન બેલ્ટ – વન રોડ અને ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર જેવી યોજનાઓથી પોતાના માટે નવા સ્ટ્રેટેજિક રૂટ બનાવવા ઇચ્છે છે.
આ માટે તે પાકિસ્તાનમાં પહેલેથી જ અબજો રૂપિયા ખર્ચ કરી ચૂક્યું છે. હવે અફઘાનિસ્તાનમાં બેસ બનાવીને ચીન અહીં પણ પોતાને મજબૂત બનાવવા ઇચ્છે છે.ચીનનું કહેવું છે કે, અફઘાનિસ્તાનમાં બેસ બનાવવો જે શિનજિયાંગમાં ઘૂસનારાના આતંકવાદીઓને અટકાવી શકે છે.
બીજિંગને ડર છે કે, ઇસ્ટ તુર્કિસ્તાન ઇસ્લામિક મૂવમેન્ટથી કાઢવામાં આવેલા ઉઇગર મુસ્લિમ વાખાન કોરિડોરથી ચીનમાં ઘૂસીને આતંકવાદી ઘટનાઓને અંજામ આપી શકાય છે.
અફઘાનિસ્તાનની ડિફેન્સ મિનિસ્ટરીના સ્પોક્સપર્સન મોહમ્મદ રદમનેશના જણાવ્યા અનુસાર, બંને દેશોના અધિકારી ડિસેમ્બરથી આ પ્લાન પર વાતચીત કરી રહ્યા છે. જો કે, તેના ઉપર વધુમાં વધુ માહિતી એકઠી કરવામાં આવી રહી છે.
રદમનેશે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, અમે બેસ બનાવીશું, પરંતુ ચીન સરકારે અમને ભરોસો આપ્યો છે કે તે માત્ર અફઘાન સૈનિકોને ટ્રેનિંગ આપશે અને ફંડ આપશે.વળી, ચીન એમ્બેસીના એક સીનિયર અધિકારીના જણાવ્યા અનુસાર, બીજિંગ અહીં માત્ર પોતાની ક્ષમતા વધારવા ઇચ્છે છે.

Related posts

रूस ने पनडुब्बी अग्निकांड की विस्तृत जानकारी देने से किया इंकार

aapnugujarat

એચ વન બી વીઝા પરનો ટ્રમ્પનો નિર્ણય અમેરિકાની કોર્ટે પલટી નાખ્યો

editor

इमरान पूरा नहीं कर पाएंगे कार्यकाल : बिलावल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1