Aapnu Gujarat
રમતગમત

ઇન્ડિયન ઓપન બોક્સિંગમાં મેરિકોમે જીત્યો સુવર્ણ ચંદ્રક

ઇન્ડિયન ઓપન બોક્સિંગ ટુર્નામેન્ટમાં લેજન્ડરી મહિલા બોક્સર મેરીકોમે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. મેરી કોમે ૪૮ કિલોગ્રામ વર્ગમાં ફિલિપાઇન્સની જોસે ગાબુકોને ૪-૧થીપરાસ્ત કરીને ગોલ્ડન સફળતા પ્રાપ્ત કરી હતી.જોકે ક્યુબા અને ઉઝબેકિસ્તાનના બોક્સરોએ ભારતના પુરૃષ બોક્સરોને ગોલ્ડ મેડલ જીતવાથી વંચિત રાખ્યા હતા. ૬૪ કિલોના વર્ગમાં મહિલા બોકસર ભારતની પવીલાઓ બાસુમાતરીએ પણ ગોલ્ડ મેડલ જીતતા થાઈલેન્ડની સીસોન્દીને ૩-૨થી હરાવી હતી. પવીલાઓ ભૂતપૂર્વ વર્લ્ડ અને એશિયન બ્રોન્ઝ મેડલિસ્ટ છે. આસામની આ બોક્સરે ૨૦૧૫માં સર્બિયામાં આયોજીત નેશન્સ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આસામની જ લોવલીના બોરગોહાઇને વેલ્ટરવેઇટ(૬૯ કિગ્રા)માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે પિંકી જાન્ગરાએ ૫૧ કિગ્રા વજન વર્ગમાં અને મનીષાએ ૫૪ કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.જ્યારે ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સરિતા દેવીએ (૬૦ કિ.ગ્રા.) સિલ્વર મેડલ મેળવ્યો હતો.  મેન્સમાં સંજીતે (૯૧ કિ.ગ્રા.) ઉઝબેકના કુર્સુનોને ૩-૨થી જ્યારે ભારતના મનિષ કૌશિક કે જેવો અપસેટ સર્જતા ગઇકાલે સેમિફાઈનલમાં શિવા થાપાને હરાવ્યો હતો. તેને મોંગોલીયાના ફાઈનલિસ્ટે ઇજાગ્રસ્ત હોઈ વોકઓવર આપતા ગોલ્ડ જીત્યો હતો.
જો કે સતિષ કુમાર, દિનેશ ડાગર, દેવાંશુ જયસ્વાલને સિલ્વરથી સંતુષ્ટ રહેવું પડયું હતું.

Related posts

ऑस्ट्रेलियाई क्रिकेट बोर्ड ने किया BBL के शेड्यूल का ऐलान

editor

રિયુએ પોતાના નામે કર્યો કોરિયા ઓપન,15 કરોડ ની ઇનામી રાશિ રાહત ફંડમાં દાન કરી દીધી

editor

क्रिकेट में वापसी करेंगे मैक्सवेल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1