Aapnu Gujarat
રાષ્ટ્રીય

૮૦ ટકા લોકો ઓનલાઈન ગેમ રમીને રિલેક્સ થઈ જાય છે !

ઓનલાઈન ગેમરની લાઈફસ્ટાઈલના અભ્યાસ માટે ૧૦૦૦ લોકોના સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે ૨૦ ટકા લોકો ફક્ત મનોરંજન અને મોજમસ્તી માટે ઓનલાઈન ગેમ્સ રમે છે, પરંતુ ૮૦ ટકા લોકો માનસિક તાણથી મુક્તિ મેળવવા એટલે કે રિલેક્સેશન માટે ઓનલાઈન ગેમ્સ રમતા હોય છે. સર્વેક્ષણ અનુસાર ૩૭ ટકા લોકો પ્રવાસ દરમિયાન સમય પસાર કરવા માટે અને ૬૩ ટકા લોકો ઘરમાં કે નોકર-ધંધાના ઠેકાણે રિલેક્સ થવા કે માનસિક તાણ હળવી કરવા માટે ઓનલાઈન ગેમ્સ રમતા હોય છે. ઓનલાઈન ગેમ્સ રમતા લોકોના યુઝર બેઝમાં ૭૬ ટકા પ્રોફેશનલ્સ અને ૧૪ ટકા સ્ટુડન્ટ્‌સ છે. આશ્ચર્યજનક રીતે દસ ટકા ગેમર્સ સિનિયર સિટિઝન્સ છે. તેઓ કંટાળો દૂર કરવા અને સમય પસાર કરવા માટે ઓનલાઈન ગેમ્સ રમતા હોય છે.

Related posts

રાંધણ ગેસના ભાવમાં ૬ રૂપિયાનો વધારો

aapnugujarat

मोदी की नैया डूब रही है, आरएसएस ने भी छोड़ा साथ : मायावती

aapnugujarat

सुषमा स्वराज के निधन पर दुनिया भर में शोक, दोपहर 3 बजे होगा अंतिम संस्‍कार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1