Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકાના ૪પ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત બેરોજગારી ઘટી, શ્રેય ડોનાલ્ડ ટ્રમ્પે લીધો

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સરકારને એક વર્ષ સમાપ્ત થવાના પ્રસંગે અમેરિકન કોંગ્રેસમાં પોતાનું પ્રથમ ‘સ્ટેટ ઓફ ધ યુનિયન એડ્રેસ’ આપ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકન નાગરિક સૌથી વધુ સુરક્ષિત છે, અમેરિકા મજબૂત થયું છે કારણ કે અમેરિકાના લોકો મજબૂત છે. તેમણે જણાવ્યું હતું કે અમે અમેરિકાને વધુ મહાન બનાવવાના પગલાં લઇ રહ્યા છીએ. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકામાં ૪પ વર્ષમાં પ્રથમ વખત બેરોજગારી ઘટી છે જેનો મને ગર્વ છે.ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ચૂંટણી બાદ અમે ર.૪ મિલિયન રોજગાર ઊભા કર્યા છે. જેમાં મેન્યુફેકચરિંગ ક્ષેત્રના રોજગારનો પણ સમાવેશ થાય છે. આફ્રિકન-અમેરિકન બેરોજગારોનો આંકડો ઘટયો છે અને બેરોજગારી છેલ્લા ૪પ વર્ષના સૌથી નીચલા સ્તરે છે.ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રને ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે હવે અમેરિકા માટે મેરિટ બેઝડ ઇમિગ્રેશન સિસ્ટમનો સમય આવી ગયો છે. તેમણે ઇમિગ્રન્ટસ માટે કડક નિયમો બનાવવાની વાત કરી હતી. શરણાર્થીઓ માટે પણ તેમણે મેરિટના આધારે જ પ્રવેશ આપવાની વાત કરી હતી. કેટલાય શરણાર્થીઓ દેશ માટે ખતરારૂપ સાબિત થઇ રહ્યા છે. જેઓ અમેરિકામાં નશા અને હિંસાને ઉત્તેજન આપે છે.તેમણે જણાવ્યું હતું કે અમે છેલ્લા એક વર્ષમાં ઘણું બધું સિદ્ધ કર્યું છે. અમેરિકામાં રિટાયરમેન્ટ પેન્શન અને રિટાયર્મેન્ટ સેવિંગ્સમાં ઘણો વધારો થયો છે. તેમણે એવો દાવો કર્યો હતો કે અમેરિકાના ઇતિહાસમાં અમે સૌથી મોટા ટેકસ સુધારા અમલમાં મૂકયા છે. અમારી સરકારે ટેકસ કાપનો અમલ કરીને મધ્યમ વર્ગને ઘણી રાહત આપી છે. અમેરિકામાં જો કોઇ પરિણીત યુગલ ર૪,૦૦૦ ડોલર કમાતું હશે તો તે ટેકસ ફ્રી આવક ગણાશે. અમે ચૂંટણીમાં આ વચન આપ્યું હતું. જેનો અમે અમલ કરી દીધો છે.

Related posts

पाक : वैन-ट्रक की टक्कर में परिवार के 8 लोगों की मौत

aapnugujarat

ચીને પણ પાકિસ્તાનનો સાથ છોડ્યો, આતંકવાદ મુદ્દે સહકાર આપવા ચીનની ‘ના’

aapnugujarat

પાકિસ્તાનનાં કટાસરાજ મંદિરમાંથી રામ-હનુમાનજીની મૂર્તિઓ ગુમ થઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1