Aapnu Gujarat
મનોરંજન

સાન્દ્રા નિર્માણ, એક્ટિંગમાં હજુ પણ સક્રિય : રિપોર્ટ

હોલિવુડની સુપરસ્ટાર અભિનેત્રી સાન્દ્રા બુલોક હવે તેની પોતાની ફિલ્મ પ્રોડક્શન કંપની હેઠળ કોઇ ફિલ્મ બનાવવાની જાહેરાત કરે તેવી શક્યતા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ સાન્દ્રા આની તૈયારીમાં લાગી ગઇ છે. હોલિવુડ રિપોર્ટર દ્વારા સાન્દ્રાને થોડાક દિવસ પહેલા જ મનોરંજન ઉદ્યોગમાં સૌથી શક્તિશાળી મહિલા તરીકે જાહેર કરી હતી. ઓસ્કાર સહિતના તમામ એવોર્ડ એક્ટિગના ક્ષેત્રમાં મેળવી ચુકેલી સાન્દ્રા ૨૦૧૪માં ફોર્બ્સની સૌથી શક્તિશાળી અભિનેત્રીઓની યાદીમાં બીજા ક્રમાંકે રહી હતી. જો કે તેની પર્સનલ લાઇફ હમેંશા વિવાદમાં રહી છે. તેના લગ્ન જીવનમાં કોઇ સફળતા મળી નથી. જુદા જુદા બિઝનેસમાં ભારે સફળ રહી છે. જેમાં હોટેલ પણ સામેલ છે. અભિનેત્રી અને ફિલ્મ નિમાત્રી તરીકે સાન્દ્રા બુલોક ભારે લોકપ્રિયતા મેળવી ચૂકી છે. ૨૬મી જુલાઈ ૧૯૬૪ના દિવસે જન્મેલી સાન્દ્રાની યાદગાર ફિલ્મોમાં એ ટાઈમ ટુ કિલ, વાઈલ યુ વેર સ્લીપીંગ, સ્પીડ, ક્રેસ, ધ લેક હાઉસનો સમાવેશ થાય છે. ૧૯૯૦માં આ અમેરિકી અભિનેત્રી લોકપ્રિય તરીકે ઊભરી આવી હતી. વર્ષ ૨૦૦૯માં સાન્દ્રા બુલોકે તેની કેરિયરની સૌથી સફળ ફિલ્મોમાં ભૂમિકા ભજવી હતી જેમાં દ પ્રપોઝલ, ધ બ્લાઈન્ડ સાઇડનો સમાવેશ થાય છે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ, ઓસ્કાર એવોર્ડ પણ તે જીતી ચૂકી છે. વર્ષ ૨૦૧૧માં તે સૌથી મોંઘી ઓલટાઈમ અભિનેત્રી તરીકે ઊભરી આવી હતી. સાન્દ્રા બુલોક આવનાર દિવસોમાં વદુ કેટલીક મોટી ભૂમિકા અદા કરે તેવી શક્યતા છે. સાન્દ્રાની ગણતરી હવે સૌથી લોકપ્રિય સ્ટાર તરીકે થાય છે. તે કેટલાક સામાજિક કાર્યો સાથે પણ શરૂઆતથી જોડાયેલી રહી છે.માનતાવાદી કામોમાં તે પાછળ રહેતી નથી.

Related posts

‘लाल कप्तान’ का टीजर रिलीज किया गया

aapnugujarat

હવે ટાઇગર જિન્દા હે ફિલ્મ ૩૦૦ કરોડના ક્લબમાં ઇન

aapnugujarat

मेरे प्रति उदारता के लिए शुक्रिया अमेरिका : प्रियंका

aapnugujarat

Leave a Comment

UA-96247877-1