Aapnu Gujarat
મનોરંજન

સેક્સી ઇશા ગુપ્તા બોલિવુડ કેરિયરને લઇ સંપૂર્ણ સંતુષ્ટ

બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે વધારે જાણીતી રહેલી અભિનેત્રી ઇશા ગુપ્તા પોતાની બોલિવુડ કેરિયરને લઇને સંતુષ્ટ છે. તેનુ કહેવુ છે કે તેની પાસે સારી ફિલ્મોની ઓફર આવી રહી છે. જો કે તે સાવધાનીપૂર્વક આગળ વધી રહી છે. તે હજુ ફેશન, મોડલિંગને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. બાદશાહો અને રૂસ્તમ બાદ તેની બોલબાલા વધી છે. તેનુ કહ્યુ છે કે તે ફરી એકવાર એક્શન સ્ટાર અક્ષય કુમાર સાથે ફિલ્મમાં કામ કરવા માટે ઇચ્છુક છે. અક્ષય સાથે વર્ષ ૨૦૧૬માં રૂસ્તમ ફિલ્મમાં કામ કર્યા બાદ તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. બોલિવુડમાં ઘણા સમયથી હોવા છતાં સફળતા મેળવવામાં નિષ્ફળ રહેલી ઇશા ગુપ્તા હવે કેરિયરમાં નવા પ્રાણ ફુંકવામાં સફળ રહી છે. તેની રૂસ્તમ ફિલ્મને બોક્સ ઓફિસ પર સારી સફળતા મળી ગયા બાદ હવે ઇશા ગુપ્તા ખુબ ખુશ છે. તેનુ કહેવુ છે કે તે હવે તેની બોલિવુડ કેરિયરને લઇને સંતુષ્ટ છે. ૩૧ વર્ષીય સ્ટારે કહ્યુ છે કે તે ખિલાડી સ્ટાર સાથે રોમાન્સ કરવા માટે ઇચ્છ્‌કુ છે. તેનુ કહેવુ છે કે અક્ષય કુમાર સાથે તે ફિલ્મમાં અભિનેત્રી તરીકે ભૂમિકા કરવા માંગે છે. રૂસ્તમના સંબંધમાં વાત કરતા ઇશાએ કહ્યુ છે કે આ ફિલ્મ શરૂઆતથી તેને ગમી ગઇ હતી. રાજ-૩ ફિલ્મમાં કામ કરી ચુકેલી અભિનેત્રીએ કહ્યુ છે કે તે પહેલાથી જ અક્ષય કુમારની મોટી ચાહક રહી છે. બોલિવુડમાં તે પ્રવેશી ગઇ તે પહેલાથી જ તે અક્ષય કુમારની ફિલ્મોને પસંદ કરતી રહી છે. તેનુ કહેવુ છે કે અક્ષય કુમાર ફિલ્મમાં તેના માટે ગીત ગાય, તે સાડી પહેરીને અક્ષય કુમારની અભિનેત્રી તરીકે દેખાય તેવી તેની ઇચ્છા છે.
સેક્સી ઇશા ગુપ્તા બોલિવુડમાં છેલ્લા ઘણા સમયથી છે પરંતુ તેને નાની નાની ભૂમિકા જ મળી છે. તેની છાપ એક સેક્સ સિમ્બોલ અભિનેત્રી તરીકે રહી છે. હાલના દિવસોમાં તેની પાસે કેટલીક સારી ઓફર આવી છે. તે કેટલીક ફિલ્મોની સિક્વલ ફિલ્મમાં કામ કરી રહી છે. તે મોટા ભાગે મલ્ટી સ્ટાર ફિલ્મોમાં કામ કરી રહી છે.

Related posts

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા : કલાકારો કામ કરે કે ના કરે પ્રોડ્યૂસર દર મહિને પગાર આપે છે

editor

નવી બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મમાં શ્રદ્ધા કપુર રહેશે

aapnugujarat

સગાવાદનો ક્યારેય સામનો કર્યો જ નથી : અનુષ્કા શર્મા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1