Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ચૂંટણી પહેલા સબ્સિડી ટ્રમ્પ કાર્ડ રમવા માટે મોદી સરકાર તૈયાર

ચૂંટણી પહેલા તમામ પ્રકારની સબ્સિડીની જાહેરાત કરવાની પરંપરા વર્ષોથી રહી છે અને જુદી જુદી સરકારો આ પાસાનો ઉપયોગ પણ કરે છે. દરેક સરકારના નાણાંપ્રધાન સામાન્ય લોકોને પ્રભાવિત કરવા માટે લોકલક્ષી જાહેરાત કરીને તેમને પોતાની તરફ ખેંચવાના પ્રયાસ કરે છે. સરકારો સબ્સિડીને ટ્રમ્પ કાર્ડ તરીકે ઉપયોગ કરવા માટે જાણીતી રહી છે. વર્ષ ૨૦૧૪માં સત્તામાં આવ્યા બાદથી મોદી સરકારે આનાથી થોડીક અલગ પરંપરા અપનાવી છે. હજુ સુધી મોદી સરકારે મોટા પાયે સબ્સિડીની જાહેરાત કરી નથી. આવા પગલાથી સરકાર દુર જ રહી છે. આવી સ્થિતીમાં સામાન્ય બજેટમાં જોવાલાયક બાબત એ રહેશે કે સરકાર સબ્સિડીના મોરચે ક્યા પગલા લેવા જઇ રહી છે. કુલ ખર્ચમાં સબ્સિડીની ટકાવારી ૨૦૧૪-૧૫માં ૧૫.૫૨ ટકા હતી. જે વર્ષ ૨૦૧૭-૧૮માં ૧૧.૨ ટકા થઇ ગઇ છે. સબ્સિડીની હિસ્સેદારી વર્ષ ૨૦૧૨-૧૩માં સૌથી વધારે થઇ ગઇ હતી. જ્યારે યુપીએ સરકારને જનાદેશનો સામનો કરવો પડ્યો હતો. જો કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઓછા અંતરથી ભાજપની જીત થયા બાદ કેટલાક મોરચે મોદી સરકારને દેખાય તેવા પગલા લેવાની જરૂર પડશે. કારણ કે નોટબંધી અને જીએસટીના કારણે મોટી સંખ્યામાં લોકોને તકલીફ થઇ હતી. કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ આ જ મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો હતો. ગુજરાતમાં ભાજપની સામે કોંગ્રેસે આ મુદ્દા ચગાવીને મતદારોને પ્રભાવિત કરવાના તમામ પ્રયાસો કર્યા હતા. તેમાં સફળતા પણ મળી હતી. ગુજરાતમાં ચૂંટણી બાદ જેટલી હવે બીજા વિકલ્પ પર કામ કરી શકે છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ભાજપનુ નેટવર્ક ઘટી રહ્યુ છે. જે તેના માટે ચોક્કસપણે ચિંતાજનક બાબત છે. કારણ કે ગ્રામીણ વિસ્તારોમાં પણ મોટા પાયે વસ્તી રહેલી છે. જેની સીધી અસર લોકસભા ચૂંટણીમાં જોવા મળી શકે છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ, છત્તિસગઢ અને રાજસ્થાનમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી પણ યોજાનાર છે. આ ચૂંટણીની સાથે સાથે વર્ષ ૨૦૧૯માં સામાન્ય ચૂંટણી પણ યોજાનાર છે. હાલના વર્ષોમાં કેટલીક વખત ખેડુતો આંદોલન પણ કરી ચુક્યા છે. જો સરકાર ગ્રામીણ સેક્ટરમાં સબ્સિડી પર ધ્યાન આપે છે તો આ બાબતની શક્યતા છે કે કૃષિ પર બજેટમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ખેડુત સમુદાયની હાલના વર્ષોમાં અવગણના થઇ રહી હોવાના હેવાલ અનેક વખત મળી ચુક્યા છે.
વર્ષ ૧૯૬૦ના મધ્ય સુધી બજેટ ભાષણમાં મુખ્ય રીતે કૃષિ પર ધ્યાન આપવામાં આવતુ હતુ. એ બાબત એ વખતે શક્ય ની હતી જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી દેશના વડાપ્રધાન બન્યા હતા. લાલ બહાદુર શાસ્ત્રીએ વર્ષ ૧૯૬૫માં જય જવાન જય કિસાનનો નારો આપ્યો હતો. ત્યારબાદથી આ સદીની શરૂઆત સુધી કૃષિ તરફ બજેટમાં કોઇ વધારે ધ્યાન આપવામાં આવ્યુ નથી. આજ કારણસર દેશમાં ખેડુતોની હાલત ખરાબ થતી રહી છે. ખેડુતોની આત્મહત્યા પણ દેશમાં જોવા મળી રહી છે. કેટલાક રાજ્યોમાં તો ખેડુતોની આત્મહત્યાનો આંકડો સેંકડોમાં પણ પણ પહોંચી ગયો છે. બજેટમાં અગ્રીકલ્ચરના બદલે ગ્રામીણ સેક્ટર જેવા શબ્દનો ઉપયોગ વધારે થાય છે.

Related posts

વીકિપીડિયા પર અરવિંદ કેજરીવાલ બન્યા ‘મુર્ખમંત્રી’

aapnugujarat

Gold prices jumps up over 40,000 per 10 gms

aapnugujarat

बीजेपी ‘सेवा सप्ताह’ के रूप में मनाएगी मोदी का जन्मदिन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1