અરવિંદ કેજરીવાલ, દિલ્હીના વર્તમાન મુખ્યમંત્રી, ભારતની તમામ જનતા સામે તેમનો આ પરિચય છે. પરંતુ જો તમે તેમના માટે કઇ વધારે જાણવા ઇચ્છો છો તો સૌથી સરળ રીત છે ગૂગલ સર્ચ. ગૂગલ સર્ચ કરશો તો તમે ચોંકી જશો. જી હા, ગૂગલ સર્ચમાં દિલ્હીના મુખ્યમંત્રી નહી પરંતુ મુર્ખમંત્રી બતાવવા આવી રહ્યા છે.ગૂગલ સર્ચ એન્જિનમાં સૌથી પહેલા વીકિપીડિયાનું પેજ આવે છે. વીકિપીડિયા પેજ પર કેજરીવાલ સંબંધિત જે જાણકારી છે, તે હેરાન કરી દેનારી છે.નામ છે કેજરીબબાલ.હાલ વીકિપીડિયા પેજ પર નેતાનું નામ કેજરીબબાલ કરવામાં આવ્યું છે. પેજ પર કેજરીવાલના પદને લઈને પણ કેટલાક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે દિલ્હીના મુખ્યમંત્રી છે, પણ તેમને પેજ પર દિલ્હીના મુર્ખમંત્રી બતાવવામાં આવી રહ્યાં છે. પાર્ટીનું નામ આમ આદમીની પાર્ટી.વીકિપીડિયા પેજ પર કેજરીવાલની પાર્ટીને ’આમ આદમી પાર્ટી’ની જગ્યાએ ’આમ આદમની પાર્ટી’ બતાવવામાં આવી રહી છે. એવું લાગી રહ્યું છે કે, કેજરીવાલના વીકિપીડિયા પેજ સાથે છેડછાડ થઈ છે. કોઈએ જાણી જોઈને તેના પેજ અને તેમાં આપેલી જાણકારી સાથે છેડછાડ કરી છે. તમને જણાવીએ કે, વીકિપીડિયાનું પેજ કોઈપણ એડિટ કરી શકે છે. એડિટ કરતા જ અપડેટેડ માહિતી વેબપેજ પર આવી જાય છે.વિકી પેજને બદલવું બહુ જ આસાન છે. કોઈ પણ પેજની જાણકારી બદલવા માટે ત્યાં આપેલા એડિટ ઓપ્શનનો ઉપયોગ કરવાનો હોય છે. માહિતી બદલ્યા બાદ તમે તેને સેવ કરી શકો છે. ચેન્જ કરતા પહેલા એડિટ કરેલા ઓપ્શનને પ્રિવ્યૂ દ્વારા જોઈ પણ શકો છો.
પાછલી પોસ્ટ