Aapnu Gujarat
રમતગમત

આવતીકાલે એડીલેડ ઓવલમાં ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ વચ્ચે વન-ડે જંગ

એડિલેડ ઓવલ ખાતે આવતીકાલે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ વનડે મેચોની શ્રેણીની ચોથી વનડે મેચ રમાનાર છે. ઇંગ્લેન્ડની ટીમ ધરખમ દેખાવ સાથે આગળ વધી રહી છે. ઇંગ્લેન્ડના તમામ ખેલાડીઓ જોરદાર ફોર્મમાં દેખાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા ઉપર દબાણ વધી ગયું છે. ઓસ્ટ્રેલિયા બાકી રહેલી બંને વનડે મેચો જીતી સ્થિતિને મજબૂત કરવા ઇચ્છુક છે. ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ બાદ ટેસ્ટ શ્રેણી રમવા આફ્રિકા જનાર છે. ઇંગ્લેન્ડ સામેની છેલ્લી બે મેચોમાં ઓસ્ટ્રેલિયન ટીમમાં કેટલાક ફેરફાર કરવામાં આવી શકે છે. વર્તમાન શ્રેણીમાં ઇંગ્લેન્ડના ખેલાડીઓએ દરેક ક્ષેત્રમાં ઓસ્ટ્રેલિયાને પછડાટ આપી છે. ચાહકો આવતીકાલે આ મેચને જોવા માટે ઉત્સુક દેખાઈ રહ્યા છે. ૧૪મી જાન્યુઆરીએ મેલબોર્ન ખાતે રમાયેલી પ્રથમ વનડે મેચમાં ઓસ્ટ્રેલિયા ઉપર ઇંગ્લેન્ડે પાંચ વિકેટે જીત મેળવીને તમામ ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા હતા. હાલમાં જ એસિઝ શ્રેણી ૪-૦થી ગુમાવી લીધા બાદ ઇંગ્લેન્ડની ટીમ જોરદાર દેખાવ સાથે વાપસી કરવામાં સફળ રહી હતી. મેન ઓફ દ મેચ તરીકે રોયની પસંદગી કરાઈ હતી. હાલમાં ઘરઆંગણે એસિઝ શ્રેણીમાં ૪-૦થી જીત મેળવી લીધા બાદ ઓસ્ટ્રેલિયા સામે વનડે શ્રેણીમાં ઇંગ્લેન્ડનો દેખાવ ધરખમ રહ્યો છે. ઇંગ્લેન્ડ ૩-૦ની લીડ ધરાવે છે અને તે પહેલાથી જ વનડે શ્રેણી જીતી ચુકી છે. હાલમાં પાંચમી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઇનિંગ્સ અને ૧૨૩ રને જીત મેળવીને એસીઝ શ્રેણી ૪-૦થી જીતી લીધી હતી. મેન ઓફ દ મેચ તરીકે પેટ કમિન્સની પસંદગી કરાઈ હતી જ્યારે મેન ઓફ દ સિરીઝ તરીકે સ્ટિવ સ્મિથની પસંદગી કરવામાં આવી હતી. ડેવિડ વોર્નર, માર્શ બંધુઓ ઉપર નજર રહેશે જ્યારે ઇંગ્લેન્ડ તરફથી રોય, રુટ સહિતના ખેલાડીઓ સારા ફોર્મમાં ચાલી રહ્યા છે.

Related posts

Olympic Test Tournament: India reach final by defeating Japan by 6.3

aapnugujarat

मुंबई के खिलाफ हैदराबाद के पास जीत ही एकमात्र विकल्प

editor

ભારત અને ઇંગ્લેન્ડ વર્લ્ડકપ જીતવાના પ્રબળ દાવેદાર : યુવરાજસિંહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1