Aapnu Gujarat
બિઝનેસ

અમેરિકામાં ટેકનોલોજી ક્ષેત્રમાં કામ કરતા ૧૪ લાખથી વધુ લોકોની નોકરી ખતરામાં

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (ડબલ્યુઈએફ) દ્વારા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે યુએસમાં વર્ષ ૨૦૨૬ સુધીમાં ટેકનોલોજી અને અન્ય કેટલાક કારણોથી ૧૪ લાખથી વધુ નોકરીઓ ખતરામાં છે. યુએસ ઈકોનોમીમાં મહત્વનાં ગણાતા ૧૦૦૦ જેટલા જુદા જુદા કારણોનાં પ્રકારોનું વિશ્લેષણ કરીને ટુ વડ્‌ર્સ અ રીસ્કીલિંગ રિવોલ્યુશન : અ ફ્યુચર ઓફ જોબ્સ ફોર ઓલ નામના નેજા હેઠળ સંશોધન કરવામાં આવ્યું છે.ડબલ્યુઈએફ દ્વારા એક જાહેર કરવામાં આવ્યું હતું કે વર્ષ ૨૦૨૬ સુધીમાં દેશમાં ૧૪ લાખ નોકરીઓ ઉપર ખતરો મંડાઈ રહ્યો છે. જેનું મુખ્ય કારણ ટેકનોલોજી હશે. ટેકનોલોજી સહીત અન્ય કેટલાક પરિબળોનાં કારણે આગામી વર્ષોમાં નોકરીઓ છીનવાઈ શકે છે. જેની સૌથી વધુ ૫૭ ટકા જેટલી અસર મહિલાઓને થવાની આશંકા અહેવાલમાં રજુ કરવામાં આવી છે.અહેવાલમાં ચિંતાજનક સમાચાર સાથે એક રાહતની ખબર પણ મળે છે કે ૯૫ ટકા જીવના જોખમે કામ કરતા મજુરોને વધુ મજુરી મળશે તો ઉચ્ચ ગુણવત્તા સભર કામ કરનાર મજુર મળશે. રીસ્કીલિંગ વગર માત્ર ૨ ટકા શ્રમિકોને નવી નોકરીઓ માટેની તક હશે. જ્યારે ૧૬ ટકા મજુરો પાસે કોઈ ચોઈસ હશે નહિ.

Related posts

આરબીઆઈ પાસેથી મંજૂરી બાદ જ શરૂ કરાશે વોટ્‌સઅપ ડિજિટલ પેમેંટ સર્વિસ

aapnugujarat

Sensex slumped by 318 pts to 38,897.46, Nifty ended by 90.60 points

aapnugujarat

શેરબજારમાં તેજી : સેંસેક્સે ૩૪ હજારની સપાટી કુદાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1