Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં બિલ્ડર ગ્રુપ આઇટીની ઝ૫ટે : ૧૫થી વધુ સ્થળોએ સર્ચ

સુરત આઇટી વિભાગ દ્વારા શહેરના ખ્યાતનામ હેપી હોમ ગ્રૂપના અલગ અલગ સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરતના વેસુ વિસ્તારમાં આવેલ હેપી હોમ ગ્રૂપ અને લીંબાયત સ્થિત બેન્ચમાર્ક ટેક્સટાઇલ્સ હબ પર આઇટીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ.હેપી હોમ ગ્રુપના કુલ ૧૫ થી ૨૦ સ્થળોએ આ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મુકેશ હિમ્મત જે હેપી હોમ ગ્રૂપના મલિક છે તેમને ત્યાં સર્ચની કાર્યવાહી કરાઈ છે.
હેપી હોમ ગ્રૂપ કોમર્શિયલ બાંધકામોના વ્યવસાય સાથે સંકળાયેલું છે. આ ગ્રૂપ દ્વારા લીંબાયત સ્થિત દુભાલ ખાતે એશિયાનું સૌથી મોટું માનવામાં આવતું ટેક્સટાઇલ્સ માર્કેટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જે મોટું હબ ગણવામાં આવે છે. જ્યાં બેન્ચમાર્ક નામથી આ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે. હાલ આ તમામ સ્થળોએ આઇટી દ્વારા સર્ચ ઓપરેશનની કામગીરી કરવામાં આવી રહી છે. જો કે આઇટીના સર્ચ ઓપરેશન દરમ્યાન નવા ખુલાસા બહાર આવે તેવી શકયતા હાલ સેવાઇ રહી છે.

Related posts

IIT-B Darshan death: દર્શન સોલંકી આપઘાત કેસમાં ઉશ્કેરણી કરવા બદલ ક્લાસમેટની ધરપકડ

aapnugujarat

अपनी हरकतों से हंसी के पात्र बने है राहुल : योगी का आरोप

aapnugujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી મુદ્દે નીતિન પટેલના કોંગ્રેસ પર પ્રહારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1