Aapnu Gujarat
ગુજરાત

મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાનો જાહેર અનુરોધ

નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે ભારતના ચૂંટણીપંચની સુચના અને માર્ગદર્શિકા મુજબ જિલ્લામાં ગઇકાલ તા.૨૨ મી થી પ્રારંભાયેલી તા.૧/૧/૨૦૧૮ ની લાયકાતના ધોરણે મતદાર યાદી-સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની જિલ્લાના વિવિધ રાજકીય પક્ષોના હોદ્દેદારો, આગેવાનો ઉપરાંત જિલ્લાના મતદાર યાદી સુધારણા કામગીરી સાથે સંકળાયેલા વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ સાથે તબક્કાવાર અલાયદી બેઠકો યોજીને તા.૧૨ મી ફેબ્રુઆરી સુધી ચાલનારી આ કામગીરીથી વાકેફ કર્યા હતા. ત્યારબાદ શ્રી નિનામાએ જિલ્લાના પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિકસ મિડીયાના માધ્યમકર્મીઓ સાથે અલાયદી બેઠક યોજીને ઉક્ત બાબતે સીધો સંવાદ અને વાર્તાલાપ કર્યો હતો અને આ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે લોકોમાં વધુ લોકજાગૃત્તિ કેળવાય અને મહત્તમ નોંધણી થાય તેવા જિલ્લા વહિવટીતંત્રના પ્રયાસોમાં માધ્યમોનો અપેક્ષિત સહયોગ મળી રહેશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ માધ્યમોને સંબોધતા જણાવ્યું હતું કે, જિલ્લામાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ તા.૧૨ મી ફેબ્રુઆરી, ૨૦૧૮ સુધી ચાલશે. આ વખતની આ કામગીરીમાં ચૂંટણીપંચ તરફથી ઉમેરાયેલી ખાસ બાબત એ છે કે તા.૧/૧/૨૦૧૮ ના રોજ ૧૭ પ્લસ વયની ઉંમરના યુવક-યુવતીઓની અલાયદી યાદી તૈયાર કરવામાં આવશે. તા.૧/૧/૨૦૧૮ ના રોજ રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર તમામ યુવા મતદારો તેમના નામ મતદાર યાદીમાં નોંધાવી શકશે, આ ઉપરાંત મતદાર યાદીમાં સુધારા-વધારા, નામ કમી કરવા, એક ભાગમાંથી બીજા ભાગમાં નામ ફેરબદલ કરવા વગેરે જેવી કામગીરી થઇ શકશે. આ કાર્યક્રમ દરમિયાન તા.૨૮/૧/૨૦૧૮ અને તા.૪/૨/૨૦૧૮ ને રવિવારના રોજ ખાસ ઝુંબેશના ભાગરૂપે શહેર જિલ્લાના સંબંધિત તમામ મતદાન મથકો ખાતે સવારના ૧૦=૦૦ થી સાંજના ૫=૦૦ કલાક સુધી બી.એલ.ઓ. દ્વારા હક્કદાવા-વાંધાઓ સ્વીકારવામાં આવશે. નર્મદા જિલ્લાના નાગરિકોને ઉક્ત કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ.નિનામાએ જાહેર અનુરોધ કર્યો છે.

Related posts

અંધશ્રધ્ધા દુર કરવા સુરત જીલ્લાના કડોદરામાં 400 જેટલા વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા

aapnugujarat

नरोडा पाटिया क्षेत्र में एएमटीएस की टक्कर के बाद इलाज के दौरान आर्मी जवान की मौत

aapnugujarat

New Motor Vehicles Act will be implemented in Gujarat from 16th September

aapnugujarat

Leave a Comment

UA-96247877-1