Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટનો સૂત્રધાર કુરૈશી આખરે ઝડપાયો

જૂલાઇ-૨૦૦૮માં અમદાવાદ શહેરમાં ૨૦થી વધુ જુદી જુદી જગ્યાઓ પર થયેલા શ્રેણીબધ્ધ બોંબ વિસ્ફોટના ચકચારભર્યા આંતકવાદી હુમલાની ઘટનામાં મોસ્ટ વોન્ટેડ આંતકવાદી અબ્દુલ સુભાન કુરૈશી ઉર્ફે કાસીમ ઉર્ફે જાકીર ઉર્ફે કબ તૌકિર હાજી ઉસ્માન કુરૈશી આજે દિલ્હીમાંથી આબાદ ઝડપાઇ જતાં દિલ્હી પોલીસને બહુ મોટી સફળતા મળી છે કારણે કે, દેશભરના આંતકવાદી હુમલાઓ પૈકીના મોટાભાગના હુમલાઓમાં આંતકવાદી અબ્દુલ સુભાન કુરૈશીની સીધી કે આડકતરી સંડોવણી હતી. આંતકી અબ્દુલ સુભાન કુરૈશીને દુનિયાના ટોપ બોમ્બર્સમાં સામેલ કરવામાં આવતો હતો અને તેને ભારતનો ઓસામા બિન લાદેનના નામથી પણ ઓળખવામાં આવતો હતો કારણ કે, દેશના ઘણા બધા આંતકી હુમલામાં સીધી કે આડકતરી રીતે સંડોવાયેલો રહેતો હતો. કુરૈશી ૨૦૦૬ના મુંબઇ ટ્રેન બ્લાસ્ટમાં પણ સંડોવાયેલો હોવાનું મનાઇ રહ્યું છે. તે સીમીનો ટોપ કમાન્ડર હતો, તેણે અન્ય આંતકવાદીઓની મદદથી ઇન્ડિયન મુઝાહિદ્દીનની શરૂઆત કરી હતી.
દિલ્હી, ગુજરાત, બેંગ્લુરૂ, જયપુર અને મહારાષ્ટ્રના બ્લાસ્ટ તેમ જ આંતકી હુમલાઓ સહિતના અનેક ગંભીર આંતકવાદી ગુનાઓમા તે મોસ્ટ વોન્ટેડ હતો. આ અંગે શહેર ક્રાઇમબ્રાંચના જોઇન્ટ પોલીસ કમિશનર જે.કે.ભટ્ટે જણાવ્યું હતું કે, ગત જૂલાઇ-૨૦૦૮માં અમદાવાદ શહેરમાં ૧૬થી વધુ અલગ-અલગ સ્થળો પર સિરિયલ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા, આ ખતરનાક આંતકવાદી હુમલામાં ૫૮થી વધુ લોકોના મોત થયા હતા અને ૨૦૦થી વધુ લોકોને ઇજા પહોંચી હતી, જયારે સુરતમાં મોટાપાયે બોંબ પ્લાન્ટ કરવામાં આવ્યા હતા જો કે, ત્યાં બ્લાસ્ટ પહેલાં જ કાવતરૂ નિષ્ફળ બનાવી દેવાયું હતું. દેશભરમાં ખળભળાટ મચાવી દેનારા આ સિરિયલ બ્લાસ્ટ કેસમાં મુખ્ય સૂત્રધાર અબ્દુલ સુભાન કુરૈશી ઉર્ફૈ તૌફિ૨નું નામ બહાર આવ્યું હતું અને તે છેલ્લા દસ વર્ષથી મોસ્ટ વોન્ટેડ આંતકવાદી બન્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મૂળ ઉત્તરપ્રદેશના રામપુર ગામનો વતની અબ્દુલ સુભાન હાલ મુંબઇ મીરારોડ પર રહેતો હતો અને ત્યાં તેનું એક મકાન પણ છે. તેના પિતા અગાઉ ભાયખલ્લા રહેતા હતા. તે સીમીનો સક્રિય કાર્યકર અને ઇન્ડિયન મુજાહિદ્દીન આંતકવાદી સંગઠનનો ફાઉન્ડર મેમ્બર બન્યો હતો. સને ૧૯૯૫માં નવી મુંબઇ સ્થિત ભારતીય વિદ્યાપીઠ ખાતેથી તેણે ડિપ્લોમા ઇન ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રોનિક્સની ડિગ્રી મેળવી હતી. કોમ્પ્યુટર સોફ્ટવેરમાં તે પાવરધો છે અને બોંબ બનાવવાની ઇલેકટ્રીક સર્કિટ બનાવવામાં તે એક્ષ્પર્ટાઇઝ માસ્ટરી ધરાવે છે. નવેમ્બર-૧૯૯૬માં તે રેડિકલ સોલ્યુશન કોમ્પ્યુટર ફોર્ટ વિસ્તાર,મુંબઇ ખાતે નોકરી માટે જોડાયો હતો. અબ્દુલ સુભાન સીમી અને આઇએમની કોન્ફરન્સમાં હાજરી આપી હતી અને તેની આંતકવાદી પ્રવૃત્તિઓમાં સક્રિય સંડોવણીની ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.

Related posts

૨૧ ફેબ્રુઆરીના રોજ ૬ મહાનગરપાલિકામાં મતદાન

editor

કડી તાલુકાનાં અગોલ ગામમાં ‘આદર્શ ગામ’ અંતર્ગત સેમીનારનું આયોજન

aapnugujarat

ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના ૧૮માં મુખ્યમંત્રી, ૧૬ મંત્રીએ શપથ લીધા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1