Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સરહદ પર ગોળીબાર વચ્ચે અનેક ગામ ખાલીખમ થયા

છેલ્લા પાંચ દિવસથી આંતરરાષ્ટ્રીય સરહદ અને જમ્મુ ક્ષેત્રની અંકુશ રેખા નજીક પાકિસ્તાન તરફથી અવિરત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાની ગોળીબારના કારણે હવે મોટી સંખ્યામાં ગામો ખાલીખમ થઇ ગયા છે. આ ગામો ભુતિયા ગામમાં ફેરવાઇ ગયા છે. ફાયરિંગ રેંજમાં આવનાર તમામ સ્કુલોને બંધ રાખવામાં આવી રહી છે. પાકિસ્તાનના સતત ગોળીબારના કારણે સેનાના જવાનોની સાથે નાગરિકો પણ જાન ગુમાવી રહ્યા છે. સતત ગોળીબારથી આરએસ પુરા, અર્નિયા, રામગઢ, હિરાનગર, કનાચક, પર્ગવલ સેક્ટરમાં રહેનાર લોકો પોતાના ઘરને છોડીને જતા રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા રાહત કેમ્પ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. જેમાં મોટી સંખ્યામાં લોકો રહે છે. જમ્મુના ડેપ્યુટી કમીશ્વરના કહેવા મુજબ અર્નિયામાં ૪૧ હજાર લોકો પૈકી ૩૧ હજાર લોકો પલાયન કરી ચુક્યા છે. સચેતગઢમાં પાચ હજાર લોકો સુરક્ષિત સ્થળ પર પહોંચી ગયા છે. હાલમાં સરહદ પર પાકિસ્તાન દ્વારા કરવામા ંઆવેલા ગોળીબારમાં ૧૨૯ પશુના મોત થયા છે. ભારે ગોળીબારના કારણે સેંકડો મકાનોને નુકસાન થયુ છે. છેલ્લા પાંચ દિવસથી જારી ગોળીબારમાં ૧૧ લોકોના મોત થયા છે. જેમાં છ નાગરિકો અને પાંચ સુરક્ષા જવાનોનો સમાવેશ થાય છે. અન્ય ૬૦ લોકો ઘાયલ પણ થયા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ ૨૦૦૩થી જ યુદ્ધવિરામની સમજૂતિ છે પરંતુ સમજૂતિનો ભંગ કરીને પાકિસ્તાન દ્વારા અવિરત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રાલય પાસે રહેલા આકંડા મુજબ પાકિસ્તાની સેનાએ વર્ષ ૨૦૧૬માં ૪૪૯ વખતની સરખામણીમાં આંતરરાષ્ટ્રીય સરહદ-અંકુશરેખા ઉપર યુદ્ધ વિરામ ભંગના ૪૨૪ વખત પ્રયાસો કર્યા હતા.ગયા વર્ષે ઓક્ટોબર સુધી સરહદપારથી કરાયેલા ગોળીબારમાં ૧૨ નાગરિકો, ૧૭ સુરક્ષા જવાનો શહીદ થયા હતા. બીએસએફના મહાનિર્દેશક કેકે શર્માએ કબુલાત કરી છે કે અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર સ્થિતી વિસ્ફોટક બનેલી છે. અત્રે નોંધનીય છે કે આરએસ પુરા સેક્ટરમાં પાકિસ્તાને ભીષણ ગોળીબાર કર્યો હતો. અરણિયા, રામગઢ સેક્ટરમૌં ગોળીબાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની સેનાએ આજે સતત પાંચમાં દિવસે ગોળીબાર કર્યો હતો.કાશ્મીરના આરએસ પુરા સેક્ટરમાં પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનો ભંગ કરીને ભીષણ ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાનના અવિરત ગોળીબારના કારણે સરહદ પર વિસ્ફોટક સ્થિતી સર્જાઇ ગઇ છે. પાકિસ્તાની જવાનો વારંવાર યુદ્ધવિરામનો ભંગ કરીને અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર નાગરિક વિસ્તારોને ટાર્ગેટ બનાવી રહ્યા છે. બીજી બાજુ ભારત તરફથી જોરદાર જવાબી કાર્યવાહી કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન હચમચી ઉઠ્યું છે

Related posts

सरकार ने जासूसी मामले पर जवाब नहीं दीए : कांग्रस

aapnugujarat

યુપીનું ફૈઝાબાદ હવે કહેવાશે અયોધ્યા

aapnugujarat

BJP મોંઘવારીથી ધ્યાન ભટકાવવા જ્ઞાનવાપી જેવા મુદ્દા ઉભા કરે છે : Akhilesh Yadav

aapnugujarat

Leave a Comment

UA-96247877-1