Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

FPI દ્વારા મૂડી માર્કેટમાં કુલ ૮૭૦૦ કરોડનું રોકાણ કરાયું

વિદેશી મૂડીરોકાણકારોએ આ મહિનામાં ભારતીય મુડી માર્કેટમાં ૮૭૦૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. સારા પરિણામ અને કોર્પોરેટ કમાણીમાં રિક્વરી વચ્ચે દેશના મુડી માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. સમગ્ર ૨૦૧૭માં ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટ મળીને મુડી માર્કેટમાં બે લાખ કરોડનુ રોકાણ કરવામાં આવ્યુ હતુ. આંકડા મુજબ એફપીઆઇ દ્વારા ઇક્વિટીમાં ૫૭૬૯ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા છે. જ્યારે ડેબ્ટ માર્કેટમાં ૨૯૪૦ કરોડ રૂપિયાનુ રોકાણ કરવામાં આવ્યુ છે. પહેલી જાન્યુઆરીથી લઇને ૧૯મી જાન્યુઆરી વચ્ચેના ગાળામાં આ નાણાં ઠાલવી દેવામાં આવ્યા હતા. આની સાથે જ કુલ રોકાણનો આંકડો ૮૭૦૦ કરોડનો રહ્યો છે. વર્ષ ૨૦૧૭માં ભારતીય ડેબ્ટ માર્કેટમાં ૧.૫ લાખ કરોડ રૂપિયાનુ રોકાણ કર્યુ હતુ. કરેન્સીની સ્થિતી સ્થિર રહેતા આ સ્થિતી સર્જાઇ હતી. બોન્ડને લઇને પણ આશાસ્પદ સ્થિતી દેખાઇ હતી.નવેસરના આંકડા મુજબ વર્ષ ૨૦૧૭માં ડેબ્ટ માર્કેટમાં ૧.૪૯ ટ્રિલિયન રૂપિયા ઠાલવી દેવામાઆવ્યા હતા. વર્ષ ૨૦૧૬માં ૪૩૬૪૫ કરોડ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૪માં ક્રમશ ૪૫૮.૫૬ અબજ અને ૧.૬ ટ્રિલિયન રૂપિયા મળ્યા હતા. સરખામણીમાં વિદેશી રોકાણકારોએ ગયા વર્ષે ૫૧૦ અબજ રૂપિયાની ખરીદી કરી હતી. નવેમ્બર મહિનામાં ૧૯૭૨૮ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. માર્ચ મહિના બાદથી એફપીઆઈ દ્વારા સૌથી જંગી રોકાણ કરવામાં આવ્યું હતુ. માર્ચ મહિના બાદથી એફપીઆઇ દ્વારા સૌથી વધારે રોકાણ કરવામાં આવ્યુ હતુ. માર્ચ મહિનામાં ઇક્વિટી માર્કેટમાં ૩૦૯૦૬ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૭માં ભારતીય શેરબજારમાં જોરદાર તેજી રહી હતી.
ઓક્ટોબર મહિનામાં સ્ટોક માર્કેટમાં ૩૦૦૦ કરોડથી વધુ નાણાં ઠાલવી દેવામાં આવ્યા હતા. ઓક્ટોબર મહિનામાં ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં ૧૯૦૦૦ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા તે પહેલા સપ્ટેમ્બર મહિનામાં ૧૦૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવાયા હતા. બેંકોની સ્થિતીને મજબુત કરવા માટે સરકાર દ્વારા ૨.૧૧ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ વિદેશી રોકાણકારો પર તેની સીધી અસર જોવા મળી રહી છે. ગયા વર્ષે ૨૪મી ઓક્ટોબરના દિવસે નાણાંપ્રધાન અરૂણ જેટલી દ્વારા બેંકોમાં ૨.૧૧ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ સ્થિતી વધારે આશાસ્પદ દેખાઇ રહી છે. એફપીઆઈ દ્વારા ભારત ઉપરાંત ચીન જેવા અન્ય દેશો ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે. ચીનમાં વેલ્યુએશન સરખામણીની દ્રષ્ટિએ વધારે આકર્ષક હોવાના આંકડા પહેલાથી જ જારી કરવામાં આવી ચુક્યા છે.વધતી જતી ક્રૂડની કિંમતો અને વધતા જતાં ફિસ્કલ ડેફિસિટના આંકડાના પરિણામ સ્વરુપે મૂડીરોકાણકારો સાવધાનીપૂર્વકનું વલણ અપનાવી રહ્યા છે. રૂપિયાની હિલચાલ ઉપર પણ કારોબારીઓની નજર કેન્દ્રિત રહી છે.

Related posts

હવે પતંજલિનું જીન્સ પણ બજારમાં આવશે !

aapnugujarat

જૈશ-એ-મોહમ્મદ હુમલાની ફિરાકમાં

aapnugujarat

આનંદીબેન પટેલે એમપીના ગવર્નર તરીકે લીધેલા શપથ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1