Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં ટેકાના ભાવે ૭૭.૬૭ લાખ ક્વિન્ટલ મગફળી ખરીદાઇ

રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની બંધ કરી છે. જેથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. જોકે સરકાર દાવો કરે છે કે તેણે મગફળીની રેકોર્ડ બ્રેક ખરીદી કરી છે. કૃષિ નિયામકના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે, કેન્દ્ર સરકાર પાસે ૪ લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવા માટે મંજૂરી માંગી છે.અત્યાર સુધી રાજ્યમાં ૭૭ લાખ ૬૭ હજાર ૯૭૦ ક્વિન્ટલ મગફળી ખરીદાઈ છે. જેની કિંમત ૩ હજાર ૪૯૫ કરોડની છે. આ મગફળીનું પેમેન્ટ નોડલ એન્જસી દ્વારા ખેડૂતોને કરી દેવાયું છે.
તેમણે દાવો કર્યો કે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પૂરતો ભાવ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર પાસે વધુ ૪ લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવામાં મંજૂરી માંગી છે.ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ૨૫૩ કેન્દ્રો ખરીદી માટે શરૂ કરાયા હતા. તે પૈકી ૨૩૯ કેન્દ્રો કાર્યરત છે. એમાં પણ ૧૩૭ કેન્દ્રો એપીએમસીની અંદર ચાલી રહ્યા છે. ગુરૂવારે ૯૦ કેન્દ્રો પરથી મગફળીની ખરીદી કરાઈ છે.

Related posts

હજીરા બાયપાસ ઉપર ડમ્પર ચાલકે બે યુવકને ટક્કર મારી

aapnugujarat

ગુજરાતમાં સ્વાઈન ફ્લુથી વધુ ૪ના મોતથી હાહાકાર

aapnugujarat

અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા વિશ્વ હિન્દુ પરિષદની માંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1