Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ડોકલામમાં ઇન્ફ્રા. વધારવું યોગ્ય, સૈનિકોનું જીવન સુધારવું ઉદ્દેશ : ચીન

ચીને શુક્રવારે ડોકલામમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા પર સ્પષ્ટતા કરી. ચીન વિદેશ મંત્રાલયના પ્રવક્તા લૂ કાંગે કહ્યું, “આ કાયદેસર રીતે છે અને ત્યાં રહેતા સૈનિકો અને લોકોની જિંદગીને વધુ સારી બનાવવાનો અમારો ઉદ્દેશ છે.”
તાજેતરમાં આવેલા મીડિયા રિપોટ્‌ર્સમાં ડોકલામમાં ચીનના મિલિટ્રી કોમ્પ્લેક્સની સેટેલાઇટ ઇમેજ જાહેર થવા પર લૂ કાંગે કહ્યું, “મેં આવા રિપોટ્‌ર્સ જોયા છે. મને નથી ખબર કોણ આ પ્રકારના ફોટાઓ જાહેર કરે છે.
જોકે, આ વિશે મને પૂરતી જાણકારી નથી.” ઉલ્લેખનીય છે કે ભારતના આર્મી ચીફ બિપિન રાવતે ડોકલામ પર નિવેદન આપ્યું હતું કે ત્યાં અમારી પણ સેનાઓ હાજર છે અને ત્યાં ચીનના સૈનિકોની હાજરી એ ગંભીર વાત નથી.
લૂ કાંગે કહ્યું, “ડોંગલાંગ (ડોકલામ)માં ચીનની સ્થિતિ અતિશય સ્પષ્ટ છે. ડોંગલાંગ હંમેશાંથી અમારું હતું અને હંમેશાં અમારા જ અધિકારક્ષેત્રમાં રહેશે. આ વાતને લઇને કોઇપણ પ્રકારનો વિવાદ નથી. સરહદની વધુ સારી દેખરેખની સાથે-સાથે ત્યાં રહેતા લોકો અને જવાનોની જિંદગીને વધુ સારી બનાવવા માટે ચીન ત્યાં કંસ્ટ્રક્શન કરી રહ્યું છે. તેમાં સડકો પણ સામેલ છે.આ કાયદેસર છે અને તર્કસંગત છે. જે રીતે ભારતીય વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અમે લોકો નિવેદન નથી આપતા, અમે આશા રાખીએ છીએ કે બીજા દેશ પણ અમારા વિસ્તારમાં કરવામાં આવી રહેલા કંસ્ટ્રક્શન પર કમેન્ટ ન કરે.
ભારતીય આર્મી ચીફના નિવેદન કે ડોકલામ વિવાદિત વિસ્તાર છે, તેના પર લૂ કાંગે કહ્યું, “ભારતના સિનિયર મિલિટ્રી ઓફિસરે એ સ્પષ્ટ કરી દીધું હતું કે ભારતીય સૈન્યોએ સરહદ પાર કરી હતી. આ ઘટનાએ ભારત અને ચીનના સંબંધોને મુશ્કેલ પરીક્ષાના સમયમાં નાખી દીધો હતો. અમને આશા છે કે ભારતીય પક્ષ તેમાંથી કંઇક બોધપાઠ લેશે અને ફરીથી એવું કરવામાંથી બચશે.”

Related posts

વર્ષ-૨૦૫૦ સુધીમાં ઇસ્લામમાં માનનારાઓની સંખ્યા દુનિયામાં સૌથી વધુ થઇ જશે

aapnugujarat

दुनिया में कोरोना से 11.43 लाख से अधिक लोगों की मौत

editor

જાે બાઇડન અને પુતિન વચ્ચે ઐતિહાસિક શિખર મંત્રણા

editor

Leave a Comment

UA-96247877-1