Aapnu Gujarat
મનોરંજન

ર૦૧૭ની સૌથી વધુ પાઇરસી થયેલી ફિલ્મ બની ‘રઈસ’, બીજા નંબરે રિતીકની ‘કાબિલ’

બોલિવૂડમાં બે ફિલ્મોની ટક્કરની અસર ફિલ્મોના બિઝનેસ પર થાય છે, પરંતુ ફિલ્મની પાઇરસીની અસર પણ ફિલ્મના વકરા પર વધુ જોવા મળે છે. જર્મની સ્થિત એક કંપની દ્વારા ર૦૧૭માં સૌથી વધુ પાઇરસી થયેલી ફિલ્મોનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો. આ રિપોર્ટમાં શાહરુખ ખાનની ‘રઇસ’ સૌથી વધુ પાઇરસી થયેલી ફિલ્મ બની.આ લિસ્ટમાં બીજા ક્રમે ઋત્વિક રોશનની ‘કાબિલ’, ત્રીજા ક્રમે અક્ષયકુમારની ‘જોલી એલએલબી-ર’ છે. કાબિલના ડિરેક્ટર સંજય ગુપ્તાએ જણાવ્યું કે બોલિવૂડમાં લગભગ પાંચ પ્રોડ્યૂસર એસોસીએશન છે. આ પાંચ એસોસીએશન એકસાથે મળીને કામ કરી શકતાં નથી તો પછી ઇન્ડસ્ટ્રીઝમાં બદલાવ કેવી રીતે આવશે. પાઇરસી સામે બધાંએ સાથે મળીને કામ કરવું જરૂરી છે.
સાઉથની ઇન્ડસ્ટ્રીમાં તમામ એક્ટર અને પ્રોડ્યૂસર સાથે મળીને કામ કરે છે. ગયા વર્ષે ‘બાહુબલિ-ર’ની રિલીઝ પહેલાં સાઉથની ઇન્ડસ્ટ્રીએ ભારતનું પહેલું એન્ટિપાઇસરી યુનિટ તેલંગણા ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી ક્રાઇમ યુનિટ શરૂ કર્યું હતું. આ યુનિટે ઓનલાઇન મોનિટરિંગ કરીને જે તે વેબસાઇટને બ્લોક કરી હતી. તેનાં વખાણ કરતાં સંજય ગુપ્તાએ કહ્યું કે પાઇરસીના પ્રોબ્લેમ સામે સાઉથે એકસાથે મળીને બળવો કર્યો ત્યાર બાદ પાઇસરી ઓછી થઇ રહી છે. એકસાથે મળીને કામ કરવા બોલિવૂડ હજુ ઘણું દૂર છે. ર૦૧૬માં પાઇરસીના કારણે બોલિવૂડને રૂ.૧૮,૦૦૦ કરોડનું નુકસાન થયું હતું.

Related posts

બરેલી કી બરફીમાં કૃતિ કોઇ પણ ગ્લેમર વિના ચમકશે

aapnugujarat

આવતા વર્ષે અજયની કોમેડી ફિલ્મ આવશે

editor

દીપિકા એસિડ એટેક વિશે ફિલ્મ બનાવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1