Aapnu Gujarat
શિક્ષણ

ફી મામલે શાળા સંચાલકો સુપ્રિમ કોર્ટ પહોંચ્યાં : વાલીઓએ કપિલ સિબ્બલને સંચાલકોનો કેસ ન લડવા કરી અપીલ

ફી નિર્ધારણ કાયદાના હાઇકોર્ટે આપેલા ચુકાદાને પડકારવા માટે ખાનગી શાળા સંચાલકોએ સુપ્રીમ કોર્ટમાં રિટ દાખલ કરી છે. હાઇકોર્ટે કરેલા ફી નિર્ધારણ કાયદાની તરફેણના ચુકાદા બાદ વાલીઓ અને ખાનગી શાળા સંચાલકો વચ્ચે શીતયુદ્ધ ચાલી રહ્યું છે.ભાજપ સરકાર પર શિક્ષણના વ્યાપારીકરણ અને કમરતોડ ફીના મુદ્દે આક્ષેપ કરતી કોંગ્રેસના જ સિનિયર નેતા વાલીઓ વિરુદ્ધ શાળા સંચાલકોની ફેવરમાં સુપ્રીમ કોર્ટમાં કેસ લડી રહ્યા હોવાને પગલે વાલીઓ નારાજ છે. કોંગ્રેસ પક્ષે હંમેશાં વાલીઓની તરફેણની વાતો કરીને સરકાર સામે ફી નિર્ધારણ કાયદાના અમલીકરણ બાબતે બાંયો ચઢાવી છે. સરકાર શિક્ષણનું વેપારીકરણ કરે છે. કોંગ્રેસ તેની વિરુદ્ધમાં છે.
કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ પ્રથમ તબક્કે તો આ મુદ્દે બચાવ કર્યો હતો કે કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી વ્યવસાયિક ધારાશાસ્ત્રી હોવાની વાત કરી હતી, પરંતુ આ બંને સિનિયર એડ્‌વોકેટ કોંગ્રેસ પક્ષના દિગ્ગજ નેતા છે અને કોંગ્રેસ જો શિક્ષણના વેપારીકરણની વિરુદ્ધમાં હોય તો કોંગ્રેસના જ ટોચના નેતાઓ વાલીઓની વિરુદ્ધમાં કેસ કેમ લડી રહ્યા છે? કોંગ્રેસે સ્વીકાર્યું કે તેઓ આ કેસ નહીં લડવા માટે કપિલ સિબ્બલને વિનંતી કરશે.સરકાર અને શાળા સંચાલકોની મિલી ભગતનો આક્ષેપ કરનારી કોંગ્રેસ એક તરફ વાલીઓની તરફેણ કરે છે તો બીજી તરફ તેમના જ નેતાઓ વાલીઓની વિરુદ્ધમાં કેસ લડી રહ્યા છે.વાલી મંડળના સભ્ય મુકુંદ પટેલે જણાવ્યું કે વાલી મંડળે અગાઉ સિનિયર એડ્‌વોકેટ હરીશ સાલ્વેને ઇ-મેઇલથી અપીલ કરી હતી કે લાખો વિદ્યાર્થીઓનાં હિતમાં તેમણે શાળા સંચાલકોનો કેસ સુપ્રીમમાં ન લડવો જોઇએ. વાલીઓની ખાસ અપીલના પગલે હરીશ સાલ્વે આ કેસમાંથી ખસી ગયા છે. હવે કોંગ્રેસ પણ વાલીઓની સાથે હોવાનો દાવો કરે છે ત્યરે ખુદ પક્ષના જ વકીલ કપિલ સિબ્બલ શાળા સંચાલકો તરફથી કોર્ટમાં કેસ લડતા વાલીઓ ઇ-મેઇલ કરીને તેમને કેસ ન લડવા માસ અપીલ કરશે.

Related posts

ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષાઓ હવે ૨૪ નવેમ્બરે લેવાશે

editor

नीट के परिणाम घोषित करने सुप्रीम कोर्ट ने दिया आदेश

aapnugujarat

સ્ટાફ સિલેક્શન કમિશન પરીક્ષા પેર લીક પ્રકરણ : જવાબ આપવા સુપ્રીમનો કેન્દ્રને આદેશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1