Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકાએ પેલેસ્ટાઈનની ૬૫૦ મિલિયન ડોલરની મદદ પર રોક લગાવી

અમેરિકાએ પેલેસ્ટાઈન માટેનું યુએન રિલીફ એન્ડ વર્ક એજન્સીને આપવામાં આવતા ૧૨૫ મિલિયન ડોલરના ફંડમાંથી ૬૫ મિલિયન ડોલરની મદદ પર રોક લગાવી દીધી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટિ્‌વટ દ્વારા ચિમકી આપી હતી કે જો પેલેસ્ટાઈન ઈઝરાયલ સાથે શાંતિ સમજૂતી કરવાની કોશિશનો ઈન્કાર કરશે. તો અમેરિકા દ્વારા આપવામાં આવતી મદદને રોકવામાં આવશે.જો કે ટ્રમ્પની ચિમકી છતા રવિવારે પેલેસ્ટાઈનના રાષ્ટ્રપ્રમુખ મહમૂદ અબ્બાસે અમેરિકાની મધ્ય-એશિયાની શાંતિ માટેની કોશિશો પર નિશાન સાધ્યું હતું. મહમૂદ અબ્બાસીએ કહ્યું હતું કે તેઓ અમેરિકાથી આવેલા કોઈપણ શાંતિ પ્રસ્તાવનો સ્વીકાર કરશે નહીં. કારણ કે અમેરિકાએ યેરુશલમને ઈઝરાયલની રાજધાની તરીકેની માન્યતા આપી છે. મહત્વપૂર્ણ છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટિ્‌વટ કરીને આતંકવાદ સામે અપુરતી કાર્યવાહી મામલે પાકિસ્તાનને જૂઠ્ઠો દેશ અને છેતરપિંડી કરવાના મામલે ઠપકો આપ્યો હતો. અમેરિકાએ પાકિસ્તાનની ૨૫૫ મિલિયન ડોલરની સુરક્ષા સહાયતા પર પણ રોક લગાવી દીધી હતી.

Related posts

८६९ दिन में ट्रंप १०७९६ भ्रामक दावे कर चुके हैं

aapnugujarat

ઇઝરાયલમાં નેતન્યાહૂની વિદાઈ નક્કી

editor

અમેરિકા દુનિયાની રખવાળીનો ઠેકો ન લઈ શકે : ટ્રમ્પ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1