Aapnu Gujarat
બિઝનેસ

હવે ઇન્ફ્રાસ્ટકચર વધુ મજબુત કરવા નક્કર પગલાઓ લેવાશે

જેની ઉત્સુકતાપૂર્વક તમામ લોકો રાહ જોઇ રહ્યા છે તે સામાન્ય બજેટ કેન્દ્રિય નાણાંપ્રધાન અરૂણ જેટલી પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરનાર છે ત્યારે તેમની સમક્ષ તમામ સામાન્ય લોકો અને ઉદ્યોગજગતને સંતુષ્ટ કરવાની મોટી જવાબદારી રહેશે. નોટબંધી અને જીએસટી બાદ માર્ગ પરિવહન સેક્ટરને પણ માઠી અસર થઇ છે. કેટલાક સેક્ટરને ફાળવણી વધારી દેવામાં આવનાર છે. જ્યારે કેટલાક સેક્ટરોની ફાળવણીમાં કાપ મુકવામાં આવી શકે છે. આગામી બજેટમાં ઇન્ફ્રાસ્ટચરને વેગ આપવાના ભાગરૂપે હાઇવે સેક્ટરની ફાળવણીને ફરી એકવાર વધારી દેવામાં આવે તેવી શક્યતા છે. હાઇવે સેક્ટરની ફાળવણીને વધારી દેવાની માંગ આ મંત્રાલય દ્વારા કરવામાં આવી ચુકી છે. આયોજકો પણ નક્કરપણે માને છે કે જો ફંડ સરળરીતે ઉપલબબ્ધ રહેશે તો આ સેક્ટરમાં ઝડપી પરિણામ હાંસલ કરી શકાશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય વર્ષ ૮૫૦૦ કિલોમીટરના ટાર્ગેટ સાથે આગળ વધવા માટે ઇચ્છુક છે. હાઇવે સેક્ટરમાં ખાનગી રોકાણની સ્થિતી નબળી પડી રહી છે ત્યારે સરકાર ઝડપથી આગળ વધવા માટે ઇચ્છુક છે. જો ફંડ સરળરીતે ઉપલબ્ધ બને તો આ સેક્ટર ઝડપથી આગળ વધી શકે છે. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે જંગી ફાળવણી કરવા અમે અપીલ કરી ચુક્યા છીએ અને આશા છે કે નાણાં મળશે. માર્ગ પરિવહન પ્રધાન આગામી બે વર્ષ સુધી દરરોજ ૩૦ કિલોમીટર લાંબા માર્ગોનુ નિર્માણ કરવાની યોજના નક્કી કરી ચુક્યા છે. આ ટાર્ગેટને હાંસલ કરવા માટે સરકારને જંગી ફંડ આપવાની જરૂર રહેશે. સરકાર બજેટમાં ક્યા વિભાગને કેટલી ફાળવણી કરે છે તે બાબત બજેટમાં નક્કી થશે.હાલમાં ગડકરી કહી ચુક્યા છે કે દેશમાં ઇન્ફ્રાસ્ટકચર માળખાને વધુ મજબુત કરવાની કામગીરી સરળ નથી. દેશને વિકાસના માર્ગ પર આગળ લઇ જવા રોડ સેક્ટર મહત્વપૂર્ણ છે. મોદી સરકાર સમગ્ર દેશમાં ઇન્ફ્રાસ્ટકચરની જાળને વધુ વિસ્તૃત કરવા માટે તૈયાર છે. આવી સ્થિતીમાં તમામ સંબંધિત ક્ષેત્રો તરફ ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે. સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યા બાદ હવે સરકાર પાસે લોકો સુધી પહોંચવા માટે અન્ય વિકલ્પો રહેશે નહી જેથી બજેટમાં પૂર્ણ ધ્યાન અપાઇ રહ્યુ છે.

Related posts

FPI દ્વારા ૧૫,૫૦૦ કરોડ પાછા ખેંચી લેવાયા : રિપોર્ટ

aapnugujarat

लगातार दूसरे सप्ताह बढ़ी सोने-चांदी की चमक

aapnugujarat

પૂર્વ ભારતમાં મેકડોનાલ્ડ્‌સના આશરે ૮૪ થી વધારે રેસ્ટોરન્ટ બંધ થઇ ગયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1