Aapnu Gujarat
રાષ્ટ્રીય

અફસ્પાની જોગવાઈ હળવી કરવા માટે વિચારણા

સરકાર જમ્મુ કાશ્મીર અને પૂર્વોત્તર રાજ્યોથી સશસ્ત્ર બળ વિશેષાધિકાર અધિનિયમ (અફસ્પા)ને વધારે માનનીય બનાવવા પર ગંભીરતાપૂર્વક વિચારણા કરી રહી છે. જમ્મૂ કાશ્મીર અને પૂર્વોત્તર રાજ્યોમાં તેની જોગવાઈ હળવી કરવા વિચારણા ચાલી રહી છે. વિવાદાસ્પદ વિસ્તારોમાં સુરક્ષા દળોને આ કાયદા હેઠળ વિશેષ સુરક્ષા અધિકાર આપવામાં આવેલા છે. આ એક્ટને લઇને વ્યાપક વિવાદ પણ છે. આના દુરુપયોગને લઇને આક્ષેપો થતાં રહ્યા છે. લાંબા સમયથી આને દૂર કરવાની માંગ પણ થતી રહી છે. ત્રાસવાદ વિરોધી ઓપરેશનમાં તેના દુરુપયોગનો મુદ્દો ઉઠતો રહે છે. અફસ્પાની કલમ ચાર અને સાત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું નથી. આ હેઠળ આતંકવાદ વિરોધી અભિયાનમાં સુરક્ષા દળોને બિનમર્યાદિત અધિકારો અને લીગલ સુરક્ષા મળે છે. દાખલા તરીકે સેક્શન ચારને ગણી શકાય છે જે સુરક્ષા દળોને કોઇપણ સંકુલની ચકાસણી લેવા અને કોઇપણ વોરંટ વગર કોઇ વ્યક્તિની ધરપકડ કરવાનો અધિકાર આપે છે. આ હેઠળ વિવાદાસ્પદ વિસ્તારોમાં સુરક્ષા દળો કોઇપણ સ્તર સુધીની શક્તિનો ઉપયોગ કરી શકે છે. શંકા હોવાની સ્થિતિમાં તેમને કોઇ પણ વાહન રોકવા, તેમાં ચકાસણી કરવા અને તેને જપ્ત કરવાનો અધિકાર આપે છે. અફસ્પાને દૂર કરવા અને તેની જોગવાઈઓને નબળી કરવાના પ્રયાસો પહેલા પણ થતાં રહ્યા છે પરંતુ પરિણામો મળ્યા નથી. સંરક્ષણ મંત્રાલય અને સેના તરફથી જમ્મુ કાશ્મીર અને પુર્વોત્તરમાં વિવાદાસ્પદ અફસ્પાને દૂર કરવા અથવા તો તેની જોગવાઈઓને હળવી કરવાનો વિરોધ થયો છે. હવે ફરીવાર ચર્ચા છેડાઈ ગઈ છે.

Related posts

गन्ना किसानों के बहाने प्रियंका का बीजेपी पार्टी पर हमला

aapnugujarat

महाराष्ट्र में बाढ़ से 16 लोगो की मौत

aapnugujarat

हमें किसी भी व्यक्ति या पार्टी से देशप्रेम सीखने की जरूरत नहीं : सीएम ममता

aapnugujarat

Leave a Comment

UA-96247877-1