Aapnu Gujarat
ગુજરાત

સરસપુર વિસ્તારમાં પતિએ પત્નીને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી

શહેરના સરસપુર વિસ્તારમાં એક દારૂડિયા પતિએ પોતાની પત્નીને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા બાદ પોતાની જાતને પણ છરી વડે ઘા મારી ઇજા પહોંચાડી આત્મહત્યાનો પ્રયાસ કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ બનાવ અંગે શહેર કોટડા પોલીસે પરિણિતાના પિતાની ફરિયાદના આધારે આરોપી પતિ વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના થલતેજથી આગળ રાંચરડા ગામે રહેતા કનુભાઇ રેવાભાઇ પરમારની સૌથી મોટી પુત્રી આરતીના લગ્ન સાતેક વર્ષ પહેલાં મહેસાણા જિલ્લામાં લાંઘણજ ગામમાં રહેતા દિનેશ નટવરભાઇ પરમાર સાથે થયા હતા. લગ્ન બાદ દિનેશભાઇ અમદાવાદ રહેવા આવી ગયા હતા અને સરસપુર વિસ્તારમાં નિર્મળપુરાની ચાલી ખાતે ભાડેથી રહેતા હતા. તેમને લગ્નજીવન દરમ્યાન એક પુત્ર અને એક પુત્રી છે. પતિ દિનેશભાઇને દારૂ પીવાની ટેવ હોવાથી આ બાબતને લઇ અવાર-નવાર પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો હતો. થોડા દિવસ પહેલાં જ પતિ-પત્ની વચ્ચે દારૂની વાતને લઇ જોરદાર ઝઘડો થયો હતો અને આરતીબહેનના પિતાએ સમાજની મીટીંગનું આયોજન પણ કર્યું હતુ, જેમાં પતિ-પત્ની દિનેશભાઇ અને આરતી વચ્ચે સમાધાન પણ કરાવવામાં આવ્યું હતું. દરમ્યાન ગઇકાલે સાંજે દારૂ પીવાની બાબતમાં પતિ-પત્ની વચ્ચે ફરી થયેલા ઝઘડામાં આવેશમાં આવી જઇ પતિ દિનેશભાઇએ પોતાની પત્ની આરતી પર છરી વડે હુમલો કરી દીધો હતો અને તેને ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી., બાદમાં પોતાની જાતને પણ છરીના ઘા મારી ઇજાઓ પહોંચાડી હતી અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટનાની જાણ મરનાર આરતીબહેનના પિતા કનુભાઇ પરમારને થતાં તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. બીજીબાજુ, ઘટનાની જાણ થતાં શહેર કોટડા પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે આરતીબહેનના પિતાની આરોપી જમાઇ દિનેશ પરમાર વિરૂધ્ધ નોંધાવાયેલી ફરિયાદના આધારે આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

ડેન્ટલ ક્લિનિકમાં દર્દીએ ડોકટરના ગળે છરી મૂકી

aapnugujarat

ભોટવા ગામે ૧૩ વ્યક્તિઓએ અન્ય ફળીયાના ઘરોમાં આગ લગાવી

editor

ખેડૂતોના દેવા માફીની માંગ સાથે કોંગ્રેસે કરેલા ઉપવાસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1