Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મેક ઇન ઇન્ડિયા હેઠળ ૩૨ હજાર કરોડનો પ્રોજેક્ટ રદ

ડિફેન્સ સેક્ટરમાં મેક ઇન ઇન્ડિયા પ્લાનને મોટો ફટકો પડ્યો છે. સરકારે દક્ષિણ કોરિયાની મદદથી ૧૨ એડવાન્સ માઈન્સ સ્વીપર્સને બનાવવા ૩૨૦૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટને રદ કરી દીધો છે. ગોવા શીપયાર્ડમાં મેક ઇન ઇન્ડિયા હેઠળ ૧૨ માઇન્સ સ્વીપર્સ બનાવવાની યોજના હતી. આ વિમાન મારફતે પાણીની અંદર દુશ્મનો તરફથી બિછાવવામાં આવેલી માઇન્સને શોધી કાઢવામાં સફળતા મળી શકે છે. ભારતીય નૌકા સેનાને આ માઇન્સ સ્વીપર્સની ખાસ જરૂર છે. કારણ કે, ભારતીય નૌકા સેનાને ૨૦ વર્ષ જુના માઇન્સ સ્વીપર્સથી કામ ચલાવવાની ફરજ પડી રહી છે જેથી ચિંતાજનક બાબત છે. કારણ કે, ચીનના સબમરીન ગુપ્તરીતે માઈન્સ બિછાવવામાં સક્ષમ છે. હિંદ મહાસાગરમાં આ પડકારને પહોંચી વળવાની બાબત ખુબ જરૂરી છે. સરકારના સુત્રોએ કહ્યું છે કે, ગોવાના શિપયાર્ડને આદેશ આપવામાં આવ્યો છે કે, તે પહેલાથી જ વિલંબમાં ચાલી રહેલા આ પ્રોજેક્ટની પ્રક્રિયાને ફરીથી હાથ ધરે છે. ગોવાના મુખ્યમંત્રી મનોહર પારીકરે સંરક્ષણ મંત્રી તરીકે રહેતી વેળા આ પ્રોજેક્ટને આગળ વધારવાની તૈયારી દર્શાવી હતી. ગોવા શિપયાર્ડને એક નવીરીતે ગ્લોબલ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ જારી કરવા માટે કહેવામાં આવ્યું છે. ત્યારબાદ નવા રિક્વેસ્ટ ફોર પ્રપોઝલની દરખાસ્ત તૈયાર કરવામાં આવશે. દક્ષિણ કોરિયાના કંગનામ શિપયાર્ડની સાથે પ્રોજેક્ટને લઇને લાંબા સમયથી વાતચીત અટવાયેલી હતી. આ ઉપરાંત ટેકનોલોજીના ટ્રાન્સફર અને કિંમતોને લઇને પણ સમસ્યા હત. આ તમામ બાબતોને ધ્યાનમાં લઇને આખરે આ પ્રોજેક્ટને પડતો મુકાયો છે. નૌકા સેનાના ૩૨૦૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટને પડતો મુકવાના સંદર્ભમાં હજુ સુધી કોઇ નક્કર કારણો આપવામાં આવ્યા નથી પરંતુ આ હિલચાલ ખુબ મોટી હોવાનું જાણવા મળે છે.

Related posts

દયાશંકરસિંહને ભાજપ આપશે રાજ્યસભા ચૂંટણીની ટિકિટ

aapnugujarat

સહારાની એમ્બી વેલીની નવેસરથી હરાજીને લીલીઝંડી

aapnugujarat

મોદીની તસવીરો-હોર્ડિંગ્સ દૂર કરવા ચૂંટણી પંચનો પેટ્રોલ પંપોને આદેશ

editor

Leave a Comment

UA-96247877-1