Aapnu Gujarat
રાષ્ટ્રીય

ત્રિપલ તલાક બિલને લઇ મર્યાદિત વિકલ્પો રહ્યા છે

સંસદના શિયાળુ સત્રની પૂર્ણાહૂતિ થઇ હતી. ત્રિપલ તલાક બિલ લોકસભામાં પાસ થયા બાદ રાજ્યસભામાં અટવાઈ પડ્યું છે. તેના ભાવિને લઇને ચર્ચાઓ શરૂ થઇ છે. રાજ્યસભામાં બિલ પેન્ડિંગ હોવાના કારણે સરકારની પાસે તેને કાયદાકીયરીતે રજૂ કરવા માટે ખુબ ઓછા વિકલ્પ રહી ગયા છે. આ બિલના ભવિષ્યના સંદર્ભમાં પૂછવામાં આવતા રાજ્યસભાના પૂર્વ મહાસચિવ વીકે અગ્નિહોત્રીએ કહ્યું હતું કે, સરકારની પાસે એક વિકલ્પ છે તે વટહુકમ જારી કરીને આને અમલી બનાવી શકે છે. જો કે, આ વટહુકમ મારફતે આને અમલી કરવાની બાબત રાજ્યસભાનું અપમાન તરીકે હોઈ શકે છે. એક વખતમાં ત્રિપલ તલાકને અપરાધ જાહેર કરવાની જોગવાઈ ધરાવનાર બિલ શિયાળુસત્રમાં લોકસભામાં પસાર થયું હતું પરંતુ રાજ્યસભામાં વિપક્ષે સિલેક્ટ કમિટિને આ બિલને મોકલવાના મુદ્દે જિદ્દી વલણ અપનાવ્યું હતું જેના પરિણામ સ્વરુપે આને પસાર કરી શકાયું નથી. અલબત્ત સરકારે રાજ્યસભામાં આને ચર્ચા માટે મુકી દીધું છે અને આ રાજ્યસભાની સંપત્તિ છે. તેમણે કહ્યું હતું કે, સામાન્યરીતે વટહુકમ એ વખતે લાવવામાં આવે છે જ્યારે સત્ર ચાલી રહ્યું હોતું નથી અને ગૃહમાં આને રજૂ કરવાની સ્થિતિ હોતી નથી. તેમણે કહ્યું હતું કે, જ્યારે ગૃહમાં બિલ રજૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે તેના ઉપર વટહુકમ લાવવાની બાબત ગૃહના પ્રત્યે સન્માનની સ્થિતિ તરીકે જોવામાં આવતા નથી. અગ્નિહોત્રીએ કહ્યું હતું કે, સરકાર આને સિલેક્ટ કમિટિને મોકલી શકે છે. આવા દાખલા પણ છે કે, સિલેક્ટ કમિટિએ એક સપ્તાહની અંદર જ પોતાના રિપોર્ટ સોંપી દીધા છે. તેમણે કહ્યું હતું કે, સરકારની પાસે એક વિકલ્પ એ પણ હતો કે, વિપક્ષ દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી તે રજૂઆત મારફતે સુધારા કરવામાં આવ્યા હોત. રાજ્યસભાના કોંગ્રેસના સભ્ય વિવેક તંખાનું કહેવું છે કે, આ સંદર્ભમાં વટહુકમ લાવવા માટે સરકાર સ્વતંત્ર છે.

Related posts

કમલનાથે સરકાર બચાવવા મંત્રીઓને સાવચેત રહેવાની સૂચના આપી

aapnugujarat

કાર્તિ ચિદમ્બરમની ૫૪ કરોડની સંપત્તિ જપ્ત

aapnugujarat

મુંબઈ લોકલ ટ્રેનના છ કોચ ખડી પડ્યા : પાંચ મુસાફરો ઈજાગ્રસ્ત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1