Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં દલિતના સ્વાભિમાનને કચડી નાંખવાનો ફાંસીવાદી પ્રયાસ : માયાવતી

મહારાષ્ટ્રના પુણેમાં થયેલી જાતીય હિંસા પર બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતીએ ભાજપની કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતાં અને કહ્યું કે, આ દલિતોના સ્વાભિમાનને દબાવવાનો ફાંસીવાદી પ્રયાસ છે. બુધવારે તેમણે મહારાષ્ટ્ર સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે રાજ્ય સરકારને જ્યારે આટલા મોટા આયોજનની જાણકારી હતી તો સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કેમ ગોઠવ્યો નહીં?ખરેખર, દલિત સમુદાયના લોકો મહારાષ્ટ્રના પુણેમાં ભીમા કોરેગાંવ શૌર્ય દિવસની ૨૦૦મી વર્ષગાંઠ પર પોતાના સમાજના લોકોને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતાં ત્યારે તેમની પર ટોળાંએ હુમલો કર્યો હતો અને બાદમાં હિંસા ભડકી હતી.માયાવતીએ કેન્દ્ર સરકારના ઉદ્દેશ્ય પર સવાલ ઉઠાવતાં કહ્યું કે, ભાજપના વર્તમાન શાસનકાળમાં દેશના અન્ય રાજ્યોમાં દલિત સમુદાય પર દમન થયું. તેવી ઘટનાઓના એક પણ દોષિતને હજુ સુધી સજા મળી નથી. ઉપરાંત માયાવતીએ પુણેની હિંસા બદલ ભાજપના શીર્ષ નેતૃત્વને બેજવાબદાર ગણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, મરાઠા સમાજના લોકો લડવૈયા રહ્યાં છે અને બ્રિટીશ શાસનકાળમાં સેનામાં રહીં તેમણે ઘણું શૌર્ય કમાવ્યું છે. દર વર્ષે દલિત સમુદાયના લોકો ભીમા-કોરેગાંવમાં પહોંચી તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યાં છે.

Related posts

मंत्रिमंडल में शामिल न होने पर नाराजगी नहीं, हमें मंजूर नहीं था मोदी सरकार का प्रस्तावः नीतीश कुमार

aapnugujarat

બિહારમાં લૂંટારાઓએ ટ્રેન રોકી યાત્રીઓને લૂંટ્યા

aapnugujarat

કેરળ હાઈકોર્ટે ૧૨ વર્ષની છોકરીના ગર્ભપાતની અરજી ફગાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1