Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

૧ જાન્યુઆરીથી સ્ટેટ બેંક ઓફ ઇંડિયાના ખાતાધારકો માટે નવા નિયમ લાગૂ થશે

૧ જાન્યુઆરીથી સ્ટેટ બેંક ઓફ ઇંડિયાના ખાતાધારકો માટે નવા નિયમ લાગૂ થઇ જશે. જે લોકોની પાસે એસબીઆઇમાં મર્જ થઇ ચૂકેલી બેંકોની ચેકબુક છે, તે લોકો તેને બદલાવી લે. આ બેંકોની જૂની ચેક બુક અને આઇએફએસસી કોડ ૩૧ ડિસેમ્બર બાદ માન્ય ગણાશે નહી. પહેલી જાન્યુઆરીથી એસબીઆઇના એસોસિએટ બેંકોના જૂના ચેક અમાન્ય થઇ જશે. એટલે કે તે બેંક જેનું એસબીઆઇમામ મર્જર થઇ ગયું છે, તેની ચેકબુક હવે કોઇ કામની રહેશે નહી.  એસબીઆઇના આદેશ અનુસાર, સ્ટેટ બેંક ઓફ પટિયાલા, સ્ટેટ બેંક ઓફ બીકાનેર અને જયપુર, સ્ટેટ બેંક ઓફ રાયપુર, સ્ટેટ બેંક ઓપ ત્રાવણકોર, સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ અને ભારતીય મહિલા બેંકના ખાતાધારકોને નવી ચેક બુક માટે આવેદન કરવું પડશે.નવી ચેક બુક માટે તમે એસબીઆઇની શાખા, એસબીઆઇ એટીએમ કે મોબાઇલ એપ પર જઇને આવેદન કરી શકો છો. એસબીઆઇએ મોટા શહેરોની અનેક બ્રાન્ચોના નામ, બ્રાન્ચ કોડ અને આઇએફએસસી કોડ પણ બદલી દીધા છે. જેથી કોઇપણ જગ્યાએ આઇએફએસસી કોર્ડની જાણકારી આપતા પહેલા એકવાર તમારી બેંકનો આઇએફએસસી કોડ ફરીથી તપાસી લો.

Related posts

રોબર્ટ વાડ્રાને રાજસ્થાન હાઈકોર્ટ તરફથી રાહત ન મળી, ૧૨ ફેબ્રુઆરીએ ઇડી સમક્ષ હાજર રહેવાના આદેશ

aapnugujarat

राहुल ने लोकसभा में उठाया किसानों की बदहाली का मुद्दा

aapnugujarat

વ્યક્તિગત કરદાતા માટે રિટર્ન ફાઈલ કરવાની મુદત લંબાવાઈ

editor

Leave a Comment

UA-96247877-1