Aapnu Gujarat
રમતગમત

મેલબોર્ન ટેસ્ટ : ઓસ્ટ્રેલિયા ૩૨૭ રન બનાવી આઉટ : ઈંગ્લેન્ડનાં ૨ વિકેટે ૧૯૨ : એલિસ્ટર કુકની શાનદાર સદી

ઐતિહાસિક મેલબોર્ન ખાતે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસે રમત બંધ રહી ત્યારે ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં ૩૨૭ ઓલઆઉટના જવાબમાં ઇંગ્લેન્ડે બે વિકેટે ૧૯૨ રન કર્યા હતા. આજે ઇંગ્લેન્ડ તરફથી કુકે શાનદાર ફોર્મ મેળવીને અણનમ ૧૦૪ રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન રુટ ૪૯ રન સાથે રમતમાં હતો. આજે ઇંગ્લેન્ડે બે વિકેટે ૧૯૨ રન બનાવીને મજબૂત જવાબ આપ્યો હતો. તે પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ ૩૨૭ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. સ્મિથ ૭૬ અને શોન માર્શ ૬૧ રન કરીને આઉટ થયા હતા. ત્યારબાદ તમામ બેટ્‌સમેનોનો ધડબકો થયો હતો. એન્ડરસને ત્રણ અને બ્રોડે ચાર વિકેટ ઝડપી હતી. ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ ધીમી બેટિંગ કરી હતી. જેના કારણે ક્રિકેટ ચાહકો હેરાન રહ્યા હતા. પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા પહેલાથી ૩-૦થી શ્રેણી જીતી ગયુ હોવા છતાં ઓસ્ટ્રેલિયાની ધીમી બેટિંગથી તમામને આશ્ચર્ય થયુ હતુ. ગઇકાલે રમત બંધ રહી ત્યારે ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટે ૨૪૪ રન કર્યા હતા. આજે આગળ રમતા ઓસ્ટ્રેલિયાના બેટ્‌સમેનો મેદાનમાં વધારે સમય સુધી ટકી શક્યા ન હતા. બ્રોડ અને એન્ડરસનની શાનદાર બોલિંગ રહી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ગઇકાલે ઓપનિંગ બેટ્‌સમેન ડેવિડ વોર્નરે ૧૦૩ રન બનાવ્યા હતા. પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ૩-૦ની લીડ મેળવી લીધી હતી. મેન ઓફ દ મેચ તરીકે બેવડી સદી ફટકારનાર સ્મિથની પસંદગી કરવામાં આવી હતી. આ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડના પ્રથમ દાવમાં ૪૦૩ ઓલઆઉટના જવાબમાં નવ વિકેટે ૬૬૨ રન બનાવ્યા હતા જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ બીજા દાવમાં ૨૧૮ રન જ બનાવી શકી હતી. આની સાથે જ તેની એક ઇનિંગ્સ અને ૪૧ રને હાર થઇ હતી. બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ૧૨૦ રને જીત મેળવ હતી .જ્યારે પ્રથમ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાએ ૧૦ વિકેટે જીતી હતી. બ્રિસ્બેનના ગાબા મેદાન ખાતે રમાયેલી એસીઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ધારણા પ્રમાણે જ આ ટેસ્ટ મેચ ૧૦ વિકેટે જીતી લીધી હતી. આની સાથે જ એસીઝ શ્રેણીમાં ઇંગ્લેન્ડ ઉપર ૧-૦ની લીડ મેળવી લીધી હતી. જીતવા માટેના ૧૭૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ કોઇપણ વિકેટ ગુમાવ્યા વિના આ રન બનાવી લીધા હતા અને જીત મેળવી હતી.

Related posts

DC के सहमालिक बन सकते हैं गंभीर

aapnugujarat

मैं टीम के लिए नहीं देश के लिए खेलता हूं: रोहित शर्मा

aapnugujarat

ટી૨૦ વર્લ્ડ કપ ૧૭ ઓક્ટો.થી ૧૪ નવેમ્બર દરમિયાન રમાશે

editor

Leave a Comment

UA-96247877-1