Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ભારત વિરુદ્ધ હવે આઇએસઆઇએસ નવું તહેરિક-જેહાદ-એ-ઇસ્લામી નામનું સંગઠન ઉભું કરવામાં વ્યસ્ત

જ્યારે પણ ભારતમાં આતંકવાદ ફેલાવવા કે સંસદ, મુંબઇ પર હુમલા જેવી આતંકી ઘટનાને અંજામ આપવાની કોશિશ થાય છે ત્યારે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આતંકી સંગઠનોનો ઉપયોગ કરે છે. અત્યાર સુધી આઇએસઆઇએસ આવા નાપાક કામ માટે લશ્કર-એ-તોઇબા, જૈશ-એ-મોહંમદ અને હિઝબુલ મુજાહિદ્દીન જેવાં આતંકવાદી સંગઠનો પર ભરોસો કરતી હતી. હવે કાશ્મીર અને ભારતમાં સુરક્ષા દળોને પડકાર આપવા માટે એક નવા આતંકી સંગઠનની રચના થઇ રહી છે.રિપોર્ટ મુજબ આ આતંકી સંગઠન વધુ જૂનું નથી. તહેરિક-જેહાદ-એ-ઇસ્લામી નામના આ આતંકી સંગઠનની રચના ૧૯૭૯માં થઇ હતી. ગુપ્ત રિપોર્ટ મુજબ ટીજેઆઇના નેતા તરીકે અસ્ફાક બરવાલનો ઉલ્લેખ છે.રિપોર્ટમાં જણાવાયું છે કે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ આ આતંકી સંગઠનને ફરી વખત ઊભું કરી રહ્યું છે. અસ્ફાક બરવાલ એલઓસી પાસેના લંજોત ગામમાં જોવા મળ્યો હતો. આ વિસ્તારથી પરિચિત થયા બાદ અસ્ફાક અને તેના સંગઠનના લોકો આતંકી ગતિવિધિઓમાં લાગવાની તૈયારીમાં છે.એલઓસી પર નાર ગેપ અને સાબ્રા ગેપના વિસ્તારમાં અસ્ફાક કામ કરવાની તૈયારીઓ કરી રહ્યો છે. રિપોર્ટ મુજબ અસ્ફાક ૧૦ ડિસેમ્બરે રાત્રે લગભગ ૧૦-૩૦ વાગ્યે લંજોત ગામમાં જોવા મળ્યો હતો. અસ્ફાક ઉપરાંત અબુ ઉર્ફે છોટુ નામના આતંકીને જમ્મુ-કાશ્મીરમાં ઘુસાડવામાં આવ્યો છે. તે ૧ર ડિસેમ્બરે બાંદીપોરાના મદવામાં જોવા મળ્યો હતો. તાજેતરમાં આતંકી સંગઠન લશ્કર-એ-તોઈબાને થયેલા નુકસાન બાદ આ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

Related posts

Floods and landslides triggered by heavy rains in Nepal, 17 died

aapnugujarat

सऊदी और UAE को हथियार बेचने को लेकर प्रतिबद्ध : US

aapnugujarat

અમેરિકામાં સાયબર એટેક

editor

Leave a Comment

UA-96247877-1