Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કોન્ડોમ એડ મુદ્દે રાજસ્થાન હાઈકોર્ટે જારી કરેલી નોટિસ

રાજસ્થાન હાઇકોર્ટે સવારે છ વાગ્યાથી લઇને રાત્રે ૧૦ વાગ્યા સુધી ટીવી પર કોન્ડોમની જાહેરાત દર્શાવી શકાશે નહી તેવા આદેશ જારી કરવા પાછળના હેતુ અંગે ખુલાસો કરવા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલને સુચના આપી છે.રાજસ્થાન હાઇકોર્ટે કેન્દ્ર સરકારના સેક્રેટરી અને મુખ્ય આરોગ્ય સચિવને પણ આજ પ્રશ્ન કરીને મંત્રાલયને નોટીસ જારી કરી હતી. ૧૧મી ડિસેમ્બરના દિવસે માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે, કોન્ડોમની જાહેરાત અંગે તેનો આદેશ જારી કરવામાં આવી રહ્યો છે. વ્યાપક ફરિયાદો મળ્યા બાદ આ આદેશ જારી કરાયો હતો. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યુ હતુ કે હવે કોન્ડોમની જાહેરાત મોડી રાત્રે જ દર્શાવી શકાશે. કારણ કે આના કારણે બાળકોને પ્રતિકુળ અસર થઇ શકે છે. મંત્રાલયના આદેશ મુજબ કોન્ડોમની જાહેરાત રાત્રે ૧૦ વાગ્યા બાદ દર્શાવી શકાશે. આ જાહેરાતો સવારે છ વાગે સુધી દર્શાવી શકાય છે. મંત્રાલયના આદેશમાં કહેવામાં આવ્યુ હતુ કે કોન્ડોમની જાહેરાત સંબંધમાં વ્યાપક વિચારણા બાદ નિર્ણય કરવામાં આવ્યો છે. બાળકોને ધ્યાનમાં લઇને આ નિર્ણય કરવામાં આવ્યો હતો. સરકારે આ સંબંધમાં તમામ ટીવી ચેનલોને આદેશ જારી કરી દીધા હતા. સરકારે સાફ શબ્દોમાં કહ્યુ હતું કે નિર્ધારિત સમય કરતા અન્ય સમય પર આ જાહેરાત દર્શાવવામાં ન આવે. સમય ગાળો તમામ બાળકોના સમયને ધ્યાનમાં લઇને લેવામાં આવ્યો હતો. સરકારે કહ્યુ છે કે તેમનો નિર્ણય આ બાબત પર આધારિત છે કે એવી કોઇ જાહેરાત દર્શાવવામાં ન આવે જે બાળકોની સુરક્ષાને લઇને ખતરો ઉભો કરે. અથવા તો તેમને ખોટી પ્રથામાં પડવા તરફ પ્રેરિત કરી શકે. આમાં એવા નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે અશ્લિલ, ઘૃણાસ્પદ બાબતોને રજૂ કરે છે. કેટલાક મોટી બ્રાન્ડના કોન્ડોમની જાહેરાતમાં મોટા સ્ટાર પણ ચમકી રહ્યા છે.

Related posts

ઈરાને દિલ્હીમાં ઈઝરાયલી દૂતાવાસ બહાર બ્લાસ્ટ કરાવ્યો હોવાનો ખુલાસો

editor

દિલ્હીની અર્પિત પેલેસ હોટલમાં આગ : ૧૮નાં મોત

aapnugujarat

As much as Pak goes downward over Kashmir India’s stand will be more higher: Syed Akbaruddin

aapnugujarat

Leave a Comment

UA-96247877-1