Aapnu Gujarat
રમતગમત

સ્ટાર સ્ટિવ સ્મિથ નવા ડોન બ્રેડમેન બનવાની દિશામાં

ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટિવ સ્મિથ સતત શાનદાર દેખાવ કરી રહ્યો છે. તેના શાનદાર પ્રદર્શનના કારણે તે એક પછી એક સિદ્ધિઓ મેળવી રહ્યો છે. વર્ષ ૨૦૧૭માં સ્ટિવ સ્મિથે તમામ ખેલાડીઓ કરતા વધારે રન બનાવ્યા છે. વિરાટ કોહલીથી પણ તે આગળ રહ્યો છે. સ્ટિવ સ્મિથ સદીના મામલામાં પણ વિરાટ કરતા આગળ રહ્યો છે. વર્ષ ૨૦૧૭માં સ્ટિવ સ્મિથે ૧૦ ટેસ્ટ મેચોમાં ૧૧૨૭ રન બનાવ્યા છે જેમાં પાંચ સદીનો સમાવેશ થાય છે. જ્યારે વિરાટ કોહલીએ ૨૦૧૭માં ૧૦ ટેસ્ટ મેચોમાં ૧૦૫૯ રન બનાવ્યા છે અને તેમાં પાંચ સદીનો સમાવેશ થાય છે. એકંદરે વાત કરવામાં આવે તો સ્ટિવ સ્મિથે ૫૯ ટેસ્ટ મેચોમાં ૬૨ રનની સરેરાશ સાથે ૨૨ સદી કરી છે જ્યારે વિરાટ કોહલીએ ૬૩ ટેસ્ટ મેચોમાં ૫૩ રનની સરેરાશ સાથે ૨૦ સદી ફટકારી છે. હાસીમ અમલા, જોઇ રુટ, કેન વિલિયમસન દેખાવના મામલામાં ખુબ પાછળ રહી ગયા છે.

Related posts

भारत की शतरंज ओलम्पियाड जीत पर बोले रहाणे, देश के लिए गर्व का पल

editor

Kapil Dev और कार्तिक खेलेंगे गोल्फ

editor

વિરાટના ફેમિલીએ આ લઇ લીધો મહત્વનો નિર્ણય, નહિ તો આજે વિરાટ પાકિસ્તાનની ટીમમાં રમતો હોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1