Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પાકમાં કોઇ સાજિશ કે ષડયંત્ર રચવામાં આવતા નથી : ફારુક

નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન કર્યું છે જેમાં તેમણે પાકિસ્તાન તરફથી કોઇ ષડયંત્ર કરવામાં ન આવતું હોવાનું કહ્યું છે. ગુજરાત ચૂંટણીના આવેલા પરિણામ બાદ પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન અંગે કરેલા નિવેદનને પગલે નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાને પુછવામાં આવતા ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, વડાપ્રધાને તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન એવું નિવેદન કર્યું હતું કે, વડાપ્રધાન મોદીને હરાવવાની સાજીસ પાકિસ્તાનથી કરાઈ હતી પરંતુ આ અંગે અબ્દુલ્લાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પાકિસ્તાનમાં આ પ્રકારના કોઇ સાજીસ કે ષડયંત્ર રચાતા નથી. કેમ કે, વડાપ્રધાન મોદી પોતે પણ પાકિસ્તાન ગયા હતા. ગુજરાત ચૂંટણી પરિણામો અંગે તેમણે કહ્યું કે, જો કેટલાક લોકોએ વિવાદાસ્પદ નિવેદનો ન કર્યા હોત તો ગુજરાતમાં કોંગ્રેસનો વિજય નિશ્ચિત હતો. કોંગ્રેસે ગુજરાતમાં સારુ પ્રદર્શન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, મણિશંકર અય્યરે પીએમ મોદી માટે આપત્તિજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો જેને લઇને તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જેનો લાભ ભાજપને મળ્યો હતો. અબ્દુલ્લાનું એમ પણ કહેવું હતું કે, હિમાચલના લોકો દર પાંચ વર્ષે સરકાર બદલી નાંખે છે એટલે ભાજપ જીત્યુ એમાં કોઇ મોટી વાત નથી. તેમણે વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલા નિવેદનોને લઇને કહ્યું કે, ગુજરાત ચૂંટણીમાં પાકિસ્તાન હસ્તક્ષેપ કરી રહ્યું છે તેવા નિવેદનની સાથે વડાપ્રધાને મિડિયામાં મણિશંકર અય્યરના ઘરે યોજાયેલી બેઠક અંગે પણ ટિપ્પણી કરી અને કોંગ્રેસ પાસેથી તેનું સ્પષ્ટીકરણ માંગ્યું હતું. આ અગાઉ પણ ફારુક અબ્દુલ્લાએ પાકિસ્તાનને લઇને વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું જેની દેશભરમાં અટીકા થવા પામી હતી.

Related posts

ત્રાસવાદીઓને કચડી નાંખવા મોદી સરકારનો પ્લાન તૈયાર

aapnugujarat

પુત્રીની માતા-પિતાએ હત્યા કરાવી

aapnugujarat

વિધર્મી શિક્ષકે વિદ્યાર્થીની સાથે બિભત્સ માંગણીઓ કરી શારીરિક અડપલાં કર્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1