Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કોલસા કાંડ : મધુ કોડાને સજા મામલે આવતીકાલે સુનાવણી કરાશે

સમગ્ર દેશને હચમચાવી મુકનાર કોલસા કૌભાંડમાં ઝારખંડના પૂર્વ મુમખ્યમંત્રી મધુ કોડાની અરજી ઉપર આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. દોષિત જાહેર કરવામાં આવેલા મધુ કોડાની સજા ઉપર ગઇકાલે સુનાવણી ટળી ગઈ હતી. સુનાવણીને શનિવારના દિવસે હાથ ધરવાનો ખાસ અદાલતે નિર્ણય કર્યો હતો. મધુ કોડા અને અન્ય દોષિતો દ્વારા રાહત આપવાની માંગણીને લઇને કરવામાં આવેલી અરજીઓને ફગાવી દેવામાં આવ્યા બાદ તેમને કઠોર સજા કરવામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. મામલામાં કોડા અને અન્ય ત્રણ દોષિતોએ પણ મેડિકલ મુદ્દાના આધાર પર સજા ઓછી કરવાની માંગ કરી હતી પરંતુ તેમની માંગ ફગાવી દેવાઈ હતી. ગઇકાલે સજાની જાહેરાત કરવાની હતી પરંતુ સુનાવણી શનિવાર સુધી ટાળી દેવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, ખાસ અદાલતે ગઇકાલે મધુ કોડાને દોષિત જાહેર કર્યા હતા. ખાસ સીબીઆઈ જજ ભારત પરાશરે કોડા, ગુપ્તા અને અન્ય આરોપી લોકોને દોષિત ઠેરવ્યા છે જેમાં ઝારખંડના પૂર્વ ચીફ સેક્રેટરી એકે બસુ, ખાનગી કંપની વિની આયર્ન એન્ડ સ્ટીલ ઉદ્યોગ લિમિટેડનો સમાવેશ થાય છે. ઝારખંડમાં રાજહરા નોર્થ કોલ બ્લોકની ફાળવણીમાં અનિયમિતતા સાથે સંબંધિત કેસમાં ફોજદારી કાવતરા સહિત જુદા જુદા ગુનામાં આ તમામને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ખાસ સીબીઆઈ અદાલતે ચાર લોકોને નિર્દોષ છોડી મુક્યા હતા જેમાં વિની આયર્ન એન્ડ સ્ટીલ ઉદ્યોગ લિમિટેડના ડિરેક્ટર વૈભવ તુલસયાન અને બે જાહેર કર્મચારી વસંતકુમાર ભટ્ટાચાર્ય અને બિપીન બિહારીનો સમાવેશ થાય છે. નવીન કુમારને પણ તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. અગાઉ તમામ સામે આરોપી તરીકે સમન્સ જારી કરવામાં આવ્યા હતા. ભ્રષ્ટાચાર અટકાયત ધારા અને આઈપીસીની જુદી જુદી કલમો હેઠળ આરોપો મુકવામાં આવ્યા હતા. સીબીઆઈએ આક્ષેપ કરતા કહ્યું છે કે, કંપનીએ ૮મી જાન્યુઆરી ૨૦૦૭ના દિવસે રાજહરા નોર્થ કોલ બ્લોક ફાળવણી માટે અપીલ કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, ઝારખંડ સરકાર અને સ્ટીલ મંત્રાલય દ્વારા કોલસા બ્લોક ફાળવણી માટે વિની આયર્નના કેસની કોઇ ભલામણ કરી ન હતી.

Related posts

ઉન્નાવમાં ટ્રકે બસને મારી ટક્કર : આઠના મોત, ૨૦ ઈજાગ્રસ્ત

aapnugujarat

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપ સૌથી મજબૂત

aapnugujarat

७ लाख करोड़ के मेगा हाईवे प्लान को आखिर में मिली मंजूरी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1