Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપ સૌથી મજબૂત

દેશમાં રાષ્ટ્રપતિની સાથે સાથે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની ચર્ચા થઇ રહી છે. ભારતના હાલના ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ ૧૧ ઓગસ્ટના રોજ નિવૃત થઇ રહ્યા છે. એવામાં હવે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની પ્રક્રિયા પણ શરૂ થઇ જશે. તેને લઇને રાજકીય પાર્ટીઓએ તેને લઇને ઉમેદવારોનું મંથન શરૂ કરી દીધું છે. ૧૮ જુલાઇએ યોજાનાર રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાજપ જ્યાં અન્ય પાર્ટીના સમર્થનની જરૂર પડશે, પરંતુ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાજપને પોતાના ઉમેદવારને જીતાડવા માટે પર્યાપ્ત વોટ નથી. આવો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનું ગણિત સમજીએ છીએ.
જેમ જેમ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી નજીક આવી રહી છે, તમામ રાજકીય પાર્ટીઓએ તેને લઇને ઉમેદવારોનું મંથન શરૂ કરી દીધું છે. મીડિયા રિપોર્ટ્‌સનું માનીએ તો ઉપરાષ્ટ્રપતિ માટે કેટલાક નામ પણ સામે આવ્યા છે. પરંતુ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીનું ગણિત સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ભાજપને આ ચૂંટણીમાં કોઇ વાંધો નથી. ભાજપને જીતવા માટે કોઇ અન્ય પાર્ટીઓના સમર્થનની પણ જરૂર નહી પડે.
તમને જણાવી દઇએ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફક્ત મનોનીત સાંસદ સહિત ફક્ત લોકસભા અને રાજ્યસભાના સાંસદ જ વોટીંગ કરી શકે છે. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં લોકસભાના ૫૪૩ અને રાજ્યસભામાં ૨૩૨ સાંસદ વોટ કરે છે. આ વર્ષે થયેલી રાજ્યસભા ચૂંટણીમાં ભાજપને ૩ સીટોનું નુકસાન થયું છે. ત્યારબાદ રાજ્યસભામાં ભાજપ પાસે ફક્ત ૯૨ સાંસદ બચ્યા છે. તો બીજી તરફ નીચલા સદન લોકસભામાં ભાજપ અને એનડીએ પાસે બહુમ છે. તાજેતરમાં જ થયેલી પેટાચૂંટણીમાં ભાજપને બે સીટ પ્રાપ્ત થઇ છે. જો ભાજપના લોકસભા અને રાજ્યસભાના કુલ સાંસદોને સંખ્યાને જોડવામાં આવે, તો તે ૩૯૫ જીત હોય છે. તો બીજી તરફ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત માટે ૩૮૮ વોટ જોઇએ. એટલે કે ભાજપ પાસે જરૂરી વોટથી ૭ વોટ વધુ છે. આ પ્રકારે કહેવામાં આવી શકે છે કે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત નક્કી છે. તમને જણાવી દઇએ કે ૨૦૨૨ ના ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે અધિસૂચના જાહેર કરી છે. ૬ ઓગસ્ટને તેના માટે મતદાન થશે.

Related posts

કોંગ્રેસ એટલે હિંસા-અલગાવવાદ-ભ્રષ્ટાચાર-ગોટાળાની ગેરંટી : મોદી

editor

लालू प्रसाद यादव की तबीयत फिर बिगड़ी

editor

આધારકાર્ડ નહીં હોય તો પણ જરૂરી સવલતો મળી રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1