Aapnu Gujarat
રાષ્ટ્રીય

૨૬ જાન્યુ.નીપરેડમાં ચીફ ગેસ્ટ હશે ૧૦ આસિયાન દેશોના નેતા, પીએમ મોદીએ આપ્યું આમંત્રણ

આવતા વર્ષે પ્રજાસત્તાક દિવસ પરેડમાં એક બે નહીં પરંતુ ૧૦ અલગ-અલગ દેશોના ચીફ ગેસ્ટ આવવાના છે. પીએમ નરેન્દ્ર મોદીએ આસિયાન દેશોના ૧૦ લીડર્સને ૬૯મા રિપ્બલિક ડેમાં આવવા આમંત્રણ આપ્યું છે. આ વર્ષે નવેમ્બરમાં પીએમ મોદીએ ફિલીપાઈન્સમાં થયેલી ૧૫મી આસિયાન સમિટમાં ભાગ લીધો હતો, જયાં તેઓએ અલગ અલગ દેશોના નેતાઓ સાથે વાતચીત કરી હતી. માનવામાં આવે છે કે આ સંબંધોને જ આગળ વધારતાં પીએમ તમામ લીડર્સને બોલાવવા માગે છે. આ પહેલાં વર્ષ ૨૦૧૪માં મોદીના શપથ ગ્રહણમાં સાર્ક દેશોના ૮ નેતાઓએ ભાગ લીધો હતો.ન્યૂઝ એજન્સીના સૂત્રોના જણાવ્યા મુજબ પીએમ મોદીએ તમામ ૧૦ આસિયાન દેશના લીડર્સને આમંત્રિત કર્યાં છે.આ દેશ છે – બ્રુનેઈ, કંબોડિયા, ઈન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, સિંગાપુર, થાઈલેન્ડ, વિયેતનામ અને ફિલિપાઈન્સ છે.મહત્વપૂર્ણ છે કે આ પહેલાં મોદીના શપથ ગ્રહણ સમારંભમાં સાર્ક દેશના તમામ ૮ નેતાઓ પહોંચ્યા હતા.મોદીએ આસિયાન સમિટના ૫૦ વર્ષ પૂરાં થયા તેની પ્રશંસા કરી હતી અને આ બાબતને ગર્વ અને ખુશીનો અવસર ગણાવ્યો હતો. તેઓએ કહ્યું હતું કે,આસિયાન ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીના સેન્ટરમાં છે. ભારતના આસિયાન દેશો સાથે મજબૂત સંબંધો રહ્યાં છે. અને તેઓ આ સંબંધોને વધુ મજબૂત કરવા માગે છે.આ ઉપરાંત પીએમએ આતંકવાદનો વધતો જતો ખતરો અને તેને પહોંચી વળવા માટે સાથે મળીને કામ કરવાની વાત કરી હતી.સમિટ દરમિયાન જ મોદીએ આસિયાન દેશોના લીડર્સને ૨૦૧૮માં રિપબ્લિક ડેની પરેડમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું હતું.

Related posts

આધાર લિંકિંગ : અભિવ્યક્તિ સ્વતંત્રતા માટેખતરનાક : મમતા

aapnugujarat

PM Modi to 9 and Amit Shah will 18 rallies address in Maharashtra Assembly polls

aapnugujarat

બાળકો મોદીથી વધુ માહિતી ધર્મ સંદર્ભે ધરાવે છે : રાહુલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1