Aapnu Gujarat
મનોરંજન

ગૂગલ ૨૦૧૭ રિપોર્ટ : ભારતમાં સૌથી વધુ ’બાહુબલી ૨’ની સર્ચ ક્વેરી

સર્ચ એન્જિન ગૂગલે આજે વર્ષ ૨૦૧૭ના સર્ચ રિઝલ્ટ્‌સ જાહેર કર્યા. રિઝલ્ટ્‌સ પ્રમાણે, આ વર્ષે ’બાહુબલિ ૨ઃ ધ કન્કલુઝન’ ગૂગલ પર ટોપ ટ્રેન્ડિંગ સર્ચ ક્વેરી રહ્યું છે. ડાયરેક્ટર એસ.એસ. રાજામૌલીની આ મહાન કૃતિ જ્યારે ભાષાના તમામ અવરોધોને વળોટીને બોક્સ ઓફિસ પર અનેક રેકોડ્‌ર્સ તોડી રહી છે, ત્યારે એમાં કોઇ નવાઇની વાત નથી કે ગૂગલના ટ્રેન્ડિંગ ચાટ્‌ર્સમાં આ વર્ષે તે ટોપ પર હોય.બાહુબલિ ૨ પછી ટ્રેન્ડિંગ સર્ચ ક્વેરીમાં બીજો નંબર ઇન્ડિયન પ્રિમિયર લીગનો આવે છે, ભારતના લોકોનો ક્રિકેટ માટેનો અનન્ય પ્રેમ દર્શાવે છે. તે પછી આ વર્ષની ત્રીજી સૌથી વધુ સર્ચ થયેલી ક્વેરી છે, ’લાઇવ ક્રિકેટ સ્કોર’.૨૦૧૬ની સરખામણીએ ૨૦૧૭માં ઓનલાઇન ટ્રાફિકમાં હાઇ સ્પાઇક ધરાવતી જે સર્ચ ટર્મ્સ છે, તેના આધારે ગૂગલે ૯ લિસ્ટ્‌સ જાહેર કર્યા છે જેમાં અલગ-અલગ સેક્શન્સમાં આ ક્વેરીઝને કેટેગરાઇઝ (વિભાજિત) કરવામાં આવી છે.ઓવરઓલ ક્વેરી લિસ્ટમાં મોટાભાગે બોલિવુડ અને સ્પોટ્‌ર્સ થીમનો પ્રભાવ રહે છે, જેમાં ટોપ ૧૦માં દંગલ, હાફ ગર્લફ્રેન્ડ, બદ્રીનાથકી દુલ્હનિયા અને ચેમ્પિયન્સ ટ્રોફીનો સમાવેશ થાય છે.
ગૂગલ સર્ચમાં બોલિવુડ ગીતોની સર્ચ પણ ઘણી ટોપ પર રહી છે.આ વર્ષે ટોપ ટ્રેન્ડિંગ રહેલા ગીતોમાં, અર્જુન કપૂરની ફિલ્મ મુબારકાંનું ગીત ’હવા હવા’ ચાટ્‌ર્સમાં ટોપ પર રહ્યું હતું, તે પછી ઓરિજિલી લેજેન્ડરી સિંગર નુસરત ફતેહ અલી ખાને ગાયેલો સૂફી ટ્રેક ’મેરે રશ્ક-એ-કમર’ અને તેમના દીકરા રાહત ફતેહ અલીખાને ગાયેલો આ જ રિક્રિએટેડ ટ્રેક ટોપ સર્ચ સોંગ્સમાં બીજા નંબરે છે.વેસ્ટર્ન મ્યુઝિકમાં પણ લોકોએ ઘણો રસ દાખવ્યો. લેટિન હિટ રહેલા ’ડેસ્પેસીટો’ અને એડ શીરનના ’શેપ ઓફ યુ’ આ વર્ષના ટોપ ટ્રેન્ડિંગ ટ્રેક્સમાં રહ્યા.
આ વર્ષે ફરી એકવાર સન્ની લિયોન ટોપ એન્ટરટેઇનર રહી, જે પછીના નંબરે યુટ્યૂબ સિંગિંગ સેન્સેશન વિદ્યા વોક્સની સાથે બિગ બોસના કન્ટેસ્ટન્ટ્‌સ અર્શી ખાન અને સપના ચૌધરી રહ્યા.ગૂગલના યર ઇન સર્ચ ૨૦૧૭માં આ વર્ષની કેટલીક ટોપ ન્યુઝ મોમેન્ટ્‌સ પણ હાઇલાઇટ થઇ છે જેણે ભારતનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં સીબીએસઆર રિઝલ્ટ્‌સ, યુપી ચૂંટણી, ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ અને બજેટનો સમાવેશ થાય છે.આ વર્ષની ટોપ ’વ્હોટ ઇઝ’ ક્વેરીઝમાં ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ , બિટકોઇન, જલિકટ્ટુ અને બીએસ૩ વેહિકલ મોસ્ટ ટ્રેન્ડિંગ થીમ્સમાં રહ્યા.આ સાથે જ વાસ્તવિક દુનિયાની જે જરૂરિયાતો છે તેને દર્શાવતાં, ’હાઉ ટુ’ સેક્શનની ક્વેરીમાં યુઝર્સે અનેક વિષયો પર અનેક જાતના પ્રશ્નો કર્યા છે જેમાં, ’આધાર કાર્ડને પાન સાથે કેવી રીતે લિંક કરવું’ થી માંડીને જિયો ફોન ખરીદવો અને ચહેરા પરથી હોળીનો રંગ કેવી રીતે દૂર કરવો જેવા પ્રશ્નોનો સમાવેશ થાય છે.

Related posts

શિલ્પા શેટ્ટીએ લગ્નના નવ વર્ષ બાદ ખોલ્યું સીક્રેટ

aapnugujarat

परिणीति चोपड़ा को आने लगी शादी का प्रपोजल

aapnugujarat

‘Career destroying fake media stories’ and “camps” in Bollywood : Raveena

editor

Leave a Comment

UA-96247877-1