Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

વાયુ પ્રદૂષણ બાળકોના માનસિક વિકાસને અસર કરી શકે : યુનિસેફ

વાયુ પ્રદૂષણ ભારત સહિત દક્ષિણ એશિયામાં ૧.૨૨ કરોડથી વધારે બાળકોના મગજના વિકાસને અસર કરી શકે છે. આ વાતનો ખુલાસો યુનિસેફના એક રિપોર્ટમાં થયો છે. યુનિસેફનો આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે કે જ્યારે દિલ્હી અને ઉત્તર ભારતના કેટલાક રાજ્ય હવા પ્રદૂષણના ગંભીર સંકટ સામે લડી રહ્યા છે. દક્ષિણ એશિયામાં વાયુ પ્રદૂષણના કારણે એક વર્ષથી ઓછી ઉંમરના લગભગ ૧.૨૨ કરોડ બાળકોનો માનસિક વિકાસ અસરકારક થઈ શકે છે. યુનિસેફે ડેન્જર ઈન ધ એરઃ હાઉ એર પોલ્યુશન કેન ઈફેક્ટ બ્રેઈન ડેવલપમેન્ટ ઈન યંગ ચિલ્ડ્રન નામના રિપોર્ટમાં હવામાં તરી રહેલા આ ગંભીર જોખમ વિશે ચેતવણી આપી છે. યુનિસેફની ભારતમાં સંચાર પ્રમુખ એલેક્ઝેન્ડ્રા વેસ્ટરબીકે કહ્યું કે વાયુ પ્રદૂષણના સંકટથી લાખો ભારતીય બાળકોને અસર થઈ રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે પ્રદૂષણકારી તત્વોથી મગજનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ શકે છે અને તેનો વિકાસ ઓછો થઈ શકે છે.

Related posts

ઇઝરાયલનો હમાસ પર હુમલો

aapnugujarat

मिस्र में पुलिस ने 17 आंकवादियों को किया ढेर

aapnugujarat

अमेरिका ने H-1B वीज़ा पर लगायी रोक

editor

Leave a Comment

UA-96247877-1