Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાન-ચીનને ઝટકો, રશિયાએ એનએસજી સભ્યપદ માટે ભારતનું સમર્થન કર્યું

એનએસજીમાં સભ્ય પદ માટે રૂસે ફરીવાર ભારતનું સમર્થન કર્યું છે. રૂસે પાકિસ્તાનને ઝટકો આપતા ભારત પ્રત્યે જૂની દોસ્તીને નિભાવી. મોસ્કોએ એક નિવેદનમાં જણાવ્યુ કે એનએસજીમાં ભારતની દાવેદારીને પાકિસ્તાન સાથે જોડવીએ અયોગ્ય બાબત છે. મોસ્કો વિભિન્ન તબક્કાવાર ચીન સાથે વાતચીત કરશે.આ પહેલા ચીન સતત ભારતનો વિરોધ કરી રહ્યું હતું. સમગ્ર મામલે ત્યારે સામે આવ્યો જ્યારે રશિયાના નાયબ વિદેશ પ્રધાન સર્ગેઈ રયાબકોવે ભારતના વિદેશ સચિવ એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ રયાબકોવે જણાવ્યુ કે એનએસજીની સભ્યતા માટે પાકિસ્તાની અરજી પર કોઈ સર્વસમ્મતિ નથી. જેને ભારતની દાવેદારી સાથે જોડવી અશક્ય છે. આવુ પહેલીવાર બન્યું છે કે રૂસના કોઈ વરિષ્ઠ ડિપ્લોમેટે જાહેરમાં બે મામલાને જોડીને પ્રતિક્રિયા આપી હોય.મહત્વનું છે કે. આ પહેલા વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ચીનને મનાવવા માટે રશિયાનો સંપર્ક કર્યો હતો. ચીન ભારતને મેરિટના આધારે એનએસજીનું સભ્ય પદ આપવાનો વિરોધ કરી રહ્યું છે. ત્યારે રૂસનું આ નિવેદન ભારત માટે મહત્વનું માનવામાં આવી રહ્યું છે.

Related posts

હું ગદ્દાર નથી, પ્રેમમાં હિન્દુસ્તાનથી ખેંચાઇ આવ્યો હતો પાકિસ્તાન : નવાઝ શરીફ

aapnugujarat

काबुल-इस्लामाबाद में भूकंप के झटके

editor

પર્યાવરણને સ્વચ્છ રાખવા મુદ્દે ભારતનો ક્રમાંક ૭૫મો : બ્રિટનની મનીસુપર માર્કેટનો અભ્યાસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1